બનાસકાંઠાના અંતરિયાળ એવા દાંતા તાલુકામાં આ વખતે વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ સ્થાનિક લેવલે રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે
વાત કરીએ જયારે આવનાર વિધાનસભાની ચૂંટણી ની તો આવખતે જયારે દાંતા તાલુકામાં વિધાનસભાની S T સીટ આવેલ છે ત્યારે અહીંયા લોકોમાં પણ આ વખતે સ્થાનિક ઉમેદવાર મળે એ મારે ખાસ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સ્થાનિક લોકોનું કહેવું છે કે દાંતા તાલુકામાં અત્યાર સુધીમાં કેટલાએ ઉમેદવારો ચૂંટઈને ગયા પણ ચૂંટણી સમયે અહીંયા મોટા મોટા વચનો અને પ્રલોભનો આપવા આવતા નેતાઓ જીતી ગયા પછી ફરી એ લોકોની કોઈ પણ રજૂઆતો સાંભળવા તૈયાર હોતા નથી.

ગરીબ અભણ અને ભોળી પ્રજાને લલચાવી ફોસલાવીને મત લઈ જતા હોય છે પણ સ્થાનિક લેવલે ગરીબ લોકોને પડતી હાલાકી કોઈની નજરે આવતી નથી જેથી હવેના સમયમાં કંટાળીને તમામ આદિવાસી સમાજ એક બન્યો છે અને અહીંયાના સ્થાનિક કોઈ પણ સમાજ સેવા કરનાર વ્યક્તિને ટિકિટ આપવામાં આવે એવી તમામ લોકમુખેથી એકજ વાત નીકળી રહી છે અને મોટા પક્ષ દ્વારા જો દાંતા તાલુકાના સ્થાનિક ઉમેદવારને ટિકિટ ફાળવવામાં નઈ આવે તો અન્ય પક્ષ માં જોડાવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે