મોડાસા નાં વિવિધ રહેણાક વિસ્તાર માં આવેલ ટ્રાન્સપરમર ની આજુબાજુ ગંભીર જાડિયો ઉગી જતાં મોટી સમસ્યા સર્જાય તો નવાઈ નહિ. માલપુર રોડ પર આવેલ હનુમાનજી મંદિર બાજુમાં આવેલ ટ્રાન્સપરમર જાહેર જનતાને અવારનવાર આવતા જતાં લોકોને નડતર રૂપ જાડિયો બને છે જયારે સ્કુલ છુટે ત્યારે વિદ્યાર્થીઓ આ જગ્યા પર નાના બાળકો અને બાળકીઓ ગાડી ની રાહ જોઈને ૧૫ થી ૨૦ મિનિટ ઉભા રહે છે ચોમાસા નાં કારણે વરસાદ માં કોઈ અનિચ્છનિય બનાવ બને તો જવાબદાર કોણ ગણાશે….. મોડાસા શહેર ની અંદર માલપુર રોડ ઓમનગર સોસાયટી જે કોમનપ્લોટ માં રોડટચ બાજુમાં ટયુશન કલાસિસ ચાલે છે સાંજ સવાર દરમિયાન નાના બાળકો બાળકીઓ ભણવા માટે આવે છે જો વરસાદ આવે કોઈ બનાવ બને તો જવાબદાર કોણ ગણાશે…

.મોડાસા શાકમાર્કેટમાં યુજીવીસીએલ અને માર્કેટયાર્ડ ના સત્તાધીશો ની આંખ આડે કાન ની કામગીરી યુજીવીસીએલમાં છેલ્લા 1 વર્ષ થી રજુઆત કરેલ હોવા છતાંય બંને તરફ થી કોઈ પણ પ્રકાર નો નિકાલ કરવામાં આવેલ નથી.બધા સર્વિસ વાયરો છુટા પડેલા છે.માર્કેટયાર્ડમાં કોઈ મોટા અકસ્માત ની રાહ જોઈ રહયા છે કે શું…
તંત્રનો સંપર્ક કરતા તેમણે ધ્યાન હતું પરંતું કોઈ અનિચ્છનીય બનાવ બને તેની રાહ જોઈ રહ્યા હોઈ શકે….. રવિવારે મેન્ટનન્સ નાં નામનું આશ્વાસન આપતા અધિકારી પરંતુ તંત્ર નિંદ્રાધિન છે તે હકીકત સાચી…..