Publisher Theme
I’m a gamer, always have been.

માંડવીનો લાખી ડેમ થયો ઓવરફ્લો: 74.15 મીટર પર ઓવરફ્લો થતા નીચાણવાળા ચાર ગામોને સાવધ કરાયા.

0 31

એક તરફ ઉકાઈ ડેમના કેચમેન વિસ્તારમાં ભારે વરસાદ થતાં ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો છે જેના કારણે ગઈ કાલે 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.જેના કારણે બારડોલી અને માંડવી તાલુકાના ગામોને સાવધ કરાયા હતા…

તો બીજી તરફ માંડવી તાલુકાના અતિ મહત્વના ગોળધા ડેમ,આમલી ડેમ, લાખી ડેમ માં વરસાદી પાણીની સારી આવક થવા પામી છે.ખાસ કરીને લાખી ડેમમાં 74.15 મીટર પાણીની સપાટી પર પોહચતા ડેમ ઓવરફ્લો થવા પામ્યો છે..

ખાસ કરીને લાખી ડેમની આજુબાજુ આવેલા નીચાણવાળા ચાર ગામના લોકોનો તકેદારીના ભાગ રૂપે એલર્ટ કરવામાં આવ્યા હતા.જોકે હાલમાં જિલ્લામાં મેઘરાજા એ વિરામ લીધો છે જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

Leave A Reply

Your email address will not be published.