Publisher Theme
I’m a gamer, always have been.

વગડો ચેરીટેબલ ટ્રસ્ટ બાદરપુરા દ્વારા કપી રાજને પકડીને સુરક્ષિત જગ્યાએ કુદરતી નિવાસ્થાને છોડી દેવાયા

0 13

બાયડ તાલુકાના સાઠંબા – ગામે છેલ્લા એક મહિનાથી વાંદરા(કપિરાજ) દ્વારા રાત્રીના સમયે 15 થી વધુ લોકોને બચકા ભરીને ધાયલ કરતાં અંતે વન વિભાગ અને વગડો ચેરીટેબલ ટ્રસ્ટ બાદરપુરા દ્વારા વાંદરા પકડીને સુરક્ષિત કુદરતી નિવાસસ્થાને છોડી દેવાયો.

તા. ૦૬/૦૭/૨૦૨૨ ના સવારે સાઠંબા તા.બાયડ, જી.અરવલ્લી, ગામના વણકર તથા કારીગર ફળીયાનાં સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા એક મહિનામાં ૧૫થી વધુ લોકોને બચકા ભરીને ધાયલ કરતા વાંદરાને પકડવા માટે ગ્રામજનો દ્વાર વન વિભાગ અને “વગડો ચેરીટેબલ ટ્રસ્ટ – બાદરપુરા” ને જાણ કરતાં તાબડતોડ ઘટના સ્થળે પહોંચી.વનવિભાગ તથા સંસ્થાના કર્મચારીઓ દ્વારા વાંદરાને કલાકોના ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે પકડવામાં આવ્યા.

સમગ્ર કામગીરી બાયડ પરીક્ષેત્ર વન અધિકારી શ્રી જે.એ. ઠાકોર સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. વન્યજીવો બચાવવા (રક્ષણ) કરવા અંગેની માહિતી આપવામાં આવી હતી , વાંદરાને સલામત રીતે વનવિભાગને સાથે રાખીને તેના કુદરતી નિવાસસ્થાને છોડવામાં આવ્યો હતો. આ તમામની કામગીરીને સરપંચ તથા ગ્રામજનો દ્વારા બિરદાવા પાત્ર છે.

Leave A Reply

Your email address will not be published.