ગુજરાતના તોફાની સમુદર્માં પણ પાકિસ્તાનની બોટ ઘુસી આવી હતી, ૧ર ક્રુમેમ્બર સાથેની આ બોટને કોસ્ટગાર્ડ દ્વારા પકડીને ખલાસીઓને ઓખા પુછપરછ માટે લઈ જવાયા છે.
ગુજરાતના તોફાની સમુદ્રમાં ૧૪ સપ્ટેમ્બરની રાત્રે કોસ્ટગાર્ડનું જહાજ રાજરતન પેટ્રોલીંગમાં હતું ત્યારે સર્વેલન્સ મિશને ભારતીય જળસીમામાં ઘુસેલી ‘અલ્લાપાવકલ’ નામની પાકિસ્તાની બોટને ૧ર ખલાસીઓ સાથે પકડી પાડી હતી. કોસ્ટગાર્ડના કમાન્ડન્ટ જે.જી.ગૌરવ શર્માના આદેશ હેઠળ આઈસીજીની આ શીપે પ્રતિકર્ળ હવામાનમાં પણ પડકારરૂપ કામગીરી કરીને પાકિસ્તાનના ૧ર ખલાસીઓને પકડીને આકરી પુછપરછ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય કોસ્ટગાર્ડે છેલ્લા ૪ દિવસ દરમિયાન એક જ રાતમાં ડુબતી હોડીમાંથી સાત માછીમારોને બચાવ્યા હતા. તે ઉપરાંત હેલીકોપ્ટર દ્વારા કામગીરી હાથ ધરીને ખલાસીઓની મદદ કરવામાં આવી હતી. વરસાદી વાતાવરણમાં પણ કોસ્ટગાર્ડે તેમની ફરજ નિષ્ઠાપુર્વક બજાવી છે ત્યારે ઉચ્ચ અધિકારીઓએ કોસ્ટગાર્ડની કામગીરીને બિરદાવી હતી.