Publisher Theme
I’m a gamer, always have been.

છાપી પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારી જગદીશભાઈ પરમારએ ત્રણ બાળકીઓને તેમના મુળ પરીવાર સાથે મીલન કરાવી માનવતા દાખવી

0 22

વડગામ તાલુકાના તેનિવાડા ગામે આવેલ વુંદાવન હોટલ પાછળ આવેલ સોસાયટીમાં રહેતા અને મજુરી કરી પેટીયું રળતા સલાટ સમુદાય ના એક પરીવાર ના ત્રણ બાળકો તેનિવાડા થી છાપી હાઈવે પર શાકભાજી લેવા ગયેલ અને ભુલથી પાલનપુર જતાં રહેતા આ ત્રણેય બાળકો એરોમા સર્કલ પરથી મળી આવતા પાલનપુર પોલીસ દ્વારા પુછપરછ કરતાં હેબતાઈ ગયેલા બાળકોએ માત્ર છાપી ના હોવાનું જણાવેલ જેથી છાપી પોલીસ નો સંપર્ક કરતાં છાપી પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.ઓ માં ફરજ બજાવતાં જગદીશભાઈ પરમાર દ્વારા આ બાબતે પ્રાથમિકતા દાખવી તાત્કાલિક ધોરણે પોલીસ વહાન મોકલી બાળકો નો કબ્જો મેળવ્યો હતો અને સોસીયલ મિડિયામાં મેસેજ તેમજ ફોટો નાખતાં બાળકો ના વાલીઓ દ્વારા છાપી પોલીસ મથકે દોડી આવી અને આધાભુત ડોક્યુમેન્ટ બતાવી ત્યારબાદ જગદીશભાઈ પરમાર દ્વારા સચોટ તપાસ કરી ખરાઈ કરી અને બાળકોને તેમના પરિવાર ને સુપ્રત કર્યા હતા પોલીસ ની પ્રશંસનીય કામગીરી થી પરીવાર સહિત લોકો માં પણ હર્ષની લાગણી પ્રસરી જવા પામી છે

Leave A Reply

Your email address will not be published.