Publisher Theme
I’m a gamer, always have been.

મોડાસા તાલુકાના બડોદરા ગામે પીવાના પાણીની મોટી સમસ્યા સાથે લોકોનો કકળાટ

0 39

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બડોદરા ગામે પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાઇ છે ત્યારે ગામ લોકો પાણીના પ્રશ્નથી ત્રસ્ત બન્યા છે આ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોના પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે દૂર દૂર વિસ્તારમાં લોકોને પીવાના પાણી લેવા જવું પડે છે તેવી તસવીર નજરે પડે છે બડોદરા ગ્રુપ ગ્રામ પંચાયત ને વારંવાર માલીવાડ ના મુવાડા માટે પાણીની સમસ્યા માટે લોકોએ અનેક વાર રજૂઆત કરવા છતાં તો આજ દિન સુધી પ્રશ્ન હલ થયો નથી.પાણીની સમસ્યાઓ માટે અનેક વિવાદો સર્જાયા પણ ગ્રુપ ગ્રામ પંચાયત તંત્ર જાણે ઊંઘતું રહ્યું હોય તેવું લાગી રહ્યું છે બડોદરા ગામે ઘર ઘર નળ યોજના માત્ર કાગળ ઉપર જ રહી છે તેવુ સ્પષ્ટ દેખાતા ગામ લોકોમાં રોષ સર્જાયો છે. કાળઝાળ ઉનાળામાં પાણીની સમસ્યા ઉભી થતો અનેક તર્ક-વિતર્ક ઉભા થયા છે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ઢોરઢાંખર પાણી માટે તરસી મરી રહ્યા છે પરંતુ ત્યાંના સ્થાનિક ધારાસભ્યને પણ અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પાણીના પ્રશ્નો નું નિરાકરણ આવ્યું નથી પાણી પુરવઠા વિભાગ બડોદરા ગામે માલીવાડ મુવાડામાં સત્વરે પાણીનો બોર કરી આપે તેવી ગ્રામજનોની ઉગ્ર માંગણી છે આ પ્રશ્ન હલ નહીં થાય તો અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે ધરણા ધરવાની શક્યતાઓ સેવાઇ રહી છે તેમજ ગ્રામ લોકોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Leave A Reply

Your email address will not be published.