ગુજરાત રાજ્ય માજી સૈનિક સંગઠન તથા આર્મી ની ભરતી ની રાહ જોતા યુવાનો દ્વારા તીવ્ર આંદોલન સાથે રેલી કાઢવામાં આવી
ગુજરાત રાજ્ય માજી સંગઠનના પ્રમુખ શ્રી માનનીય નિમાવત જીતેન્દ્ર એમ સાહેબ ની ટીમ દ્વારા અમદાવાદ થી ગાંધીનગર સુધી ગઈ કાલે તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ને સોમવારે સવારે ૬.૦૦ વાગ્યા થી બાઈક તથા ગાડીઓ સાથે ગાંધીનગર વિધાનસભા તરફ માજી સૈનિકોના 14 મુદ્દાઓ અને આર્મીની રદ થયેલી ભરતી બીજી વાર લઈ પોહચ્યા. માજી સૈનિક સંગઠન નું કેહવુ એમ શે કે જો અમારાં ૧૪ મુદ્દા નું નિરાકરણ નહીં આવે તો આર્મી માંથી આપેલા મેડલ બધાજ સૈનિકો પાશા આપી દઇશું. તે દોરાણ અમદાવાદ પોલીસ તથા ગાંધીનગર પોલીસે રેલીને રોકવાના ઘણા પ્રયત્નો કર્યા.અને હદ તો ત્યારે થઈ જ્યારે એક ઇસ્પેક્ટર .જે .આર .પટેલ સાહેબ ધ્વારા એપોલો હોસ્પિટલ ની આગળ પીવાનું પાણી પણ ઢોળી દેવામા આવ્યુ. એક આવા મહાન ઇસ્પેકટર .સેના ના જવાનો એમના પોઈન્ટ ઉપર પાણી ના પીવ.એટલે પાણી ના માટલા સેનાની સામે ખાલી કરી નાખે છે. એ શરમ ની વાત છે
વિધાન સભા ના મત્રી દ્વારા. સોમવાર સુધી નો ટાઈમ આપવા માં આવ્યો છે.ને સેના ને આશ્વાશન આપતા કહ્યું કે અમને એક હપ્તા નો ટાઈમ પૂરો આપો એટલે 14 મુદ્દા નું નિરાકરણ લાવી દઈશુ એવું જણાવવામાં આવ્યું.
માનનીય શ્રી નિમાવત સાહેબ એ દરેક જિલ્લા. તાલુકા. તથા ગામડા ના સૈનિક સન્માન યાત્રા માં આવેલા દરેક યુવાનો.વીર નારીઓ.તથા માંજી સૈનિક ભાઈ અને એમના પરિવાર ને ખુબ ખુબ અભિનંદન સાથે જય હિંદ પાઠવ્યા છે.