હાલોલ તાલુકાના મધાસર ગામે આવેલ એવગોલ કંપનીમા ઘરફોડ ચોરી થયેલ ચોરી મા
બે ઈસમોને કાલોલ મુકામેથી ઝડપી પાડી હાલોલ રૂરલ પો.સ્ટે.નો ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી તમામ મુદ્દામાલ રીકવર કરતી પંચમહાલ એલ.સી.બી. પોલીસ.
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલ્કત સંબધી ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચનાઓ આપેલ તે સુચનાના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને બાતમીદારથી માહીતી મળેલ કે આજથી બે એક માસ ઉપર હાલોલ મઘાસર ગામે આવેલ એવગોલ કંપનીમાં ચોરી થયેલ છે જે ચોરીમા અશોકકુમાર બળવંતભાઇ રાઠોડ તેમજ સુરપાલસિંહ સુરેશભાઇ પરમાર બંન્ને રહે ખંડેવાળ તા.કાલોલ જી.પંચમહાલ નાઓ સંડોવાયેલ છે અને તે ચોરીનો સર સામાન લઈને ડેરોલ સ્ટેશન થી કાલોલ બસ સ્ટેન્ડ બાજુ મોટર સાયકલ નં જી.જે.૧૭.બી.ક્યુ . ૪૩૮૧ ની લઇને આવવા નિકળેલ છે અને જેમા બાઇક ચલાવનાર ઇસમે શરીરે રાખોડી કલરની ટી – શર્ટ તથા કમરે વાદળી કલરનુ પેન્ટ પહેરેલ છે અને તેની પાછળ ના ભાગે એક પતરાની પેટી પકડી બીજો ઇસમ બેઠેલ છે તેના શરીરે સફેદ કલરનું આખી બાયનું શર્ટ તથા ભુરા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે તેવી મળેલ બાતમી આધારે પોલીસ સબ ઈન્સપેક્ટરશ્રી આઈ.એ.સિસોદીયા એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ કાલોલ એમ.જી.એસ.ગરનાળા પાસે જઈ ખાનગી વોચ રાખી તપાસ કરતા બાતમી મુજબના ( ૧ ) અશોકકુમાર બળવંતભાઈ રાઠોડ રહે ખંડેવાળ ભાથીજી મંદિર ફળીયુ તા.કાલોલ જી.પંચમહાલ ( ૨ ) સુરપાલસિંહ સુરેશભાઇ પરમાર રહે ખંડેવાળ માતા ફળીયુ તા.કાલોલ જી.પંચમહાલ નાઓને પકડી પાડેલ છે .