Publisher Theme
I’m a gamer, always have been.

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કોટામોઇ-શાંતિનગર વચ્ચેનો ખખડધજ રોડ આ ચોમાસામાં મોટી જાનહાનિ નોતરશે

0 27

જેસર તાલુકાનાં કોટામોઇ ગામથી શાંતિનગરને જોડતો ડામર રોડ છેલ્લા બે વરસથી અતિ બિસ્માર અને ખખડધજ હાલતમાં જજઁરિત બન્યો છે.રોડ પરનાં મસમોટા ખાડા અને કાંકરીથી વાહનચાલકો ત્રસ્ત બન્યા છે.છેલ્લા બે વરસથી આ રોડ આ કફોડી હાલતમાં છે.પંચાયત અને તંત્રની ઢીલી નીતિને કારણે આ રોડ કોઇનો ભોગ લેશે ત્યારે તંત્રની આંખ ઉઘડશે એવુ લાગી રહ્યુ છે.ખાસ કરીને જ્યારે ચોમાસુ નજીક આવી રહ્યુ છે ત્યારે જો આ રસ્તાનું યોગ્ય નિરાકરણ નહી આવે તો મસમોટા ખાડા કોઇ વાહનચાલકનો ભોગ લઇ શકે છે.ચોમાસામાં ગોઠણસમાં ખાડામા પાણી ભરાવાથી રસ્તાનો ક્યાસ કાઢવો મુશ્કેલ બને છે એવા માં જો રસ્તો સારો નહિ બને તો કોઇના પરિવાર પર આફત બનીને આ રસ્તો ત્રાટકી શકે છે.અહીના ધારાસભ્ય અને તાલુકામા પણ અવારનવાર રજુઆત કરવા છતા તંત્ર દ્વારા ઉદાસીન ભયુઁ વલણ ગામલોકોની લાગણી અને માંગણી સાથે છેડા કયાઁ જેવુ પુરવાર થાય છે.પંચાયતની નવી બોડી જો સખ્તાઇ બતાવે તો કદાચ તંત્ર જાગે અને આમાથી બચાવે…આ રોડ નવો મંજુર થઇ ગયેલ પણ હોય છતાં બનાવવાની આળસ કોઇકનો ભોગ લેશે તેવું જણાવી રહ્યા હોય રસ્તાનુ કામ સત્વરે ચાલુ કરાવવા શ્રી વિવેકાનંદ યુવા બ્રિગેડ કોટામોઇનાં અધ્યક્ષ હાદિઁકપુરી ગોસ્વામી દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિતમાં પણ રજુઆત કરવામાં આવશે

Leave A Reply

Your email address will not be published.