ધાનેરાના લવારા ગામ પાસે નેશનલ હાઇવે પર ટ્રેકટર ચાલકે સામેથી આવતી કારને ટક્કર મારતા કાર ચાલક ને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. કારનો ખુરદો બોલી ગયો હતો.લાકડા ભરવા જઈ રહેલા ટેકટર ચાલકે બેફામ ડ્રાઈવિંગ કરીને કારનો ખુરદો બોલી જવા પામ્યો હતો તેમાં કારચાલક સિવાય અન્ય તમામ લોકોનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો. જેમાં ધાખા ગામના શંકરભાઈ ઘસીયાને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે પ્રાઇવેટ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. આ ઘટનાને લઇ કોઈ મોડે સુધી કોઈ ફરિયાદ થવા પામી ન હતી.