Publisher Theme
I’m a gamer, always have been.

પાલનપુરના બિહારી બાગ અને પારપડા રોડ ઉપર ગાયો અને આખલાઓનો નો ત્રાસ

0 19

પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં એક અઠવાડિયા પહેલાં જ એક ગાયે નિવૃત શિક્ષક નો ભોગ લીધો હતો.. ત્યારબાદ અન્ય એક વ્યક્તિને પણ ઈજા પહોંચાડી ઘાયલ કર્યા હતા.. આજ રીતે બિહારી બાગ અને પારપડા રોડ ઉપર પણ ગાયો નો આતંક જોવા મળે છે. થોડા સમય પહેલાં શિવ મહેલ સોસાયટીના શ્રી જગદીશભાઈ મેવાડા તેમજ રાકેશભાઈ પ્રજાપતિ ને પણ ગાયો એ ઘાયલ કર્યા હતા અને ઇજા પહોંચાડી હતી.


આબુ હાઇવે પર આવેલા આ વિસ્તારમાં લોકો ગાયો રાખે છે પરંતુ માત્ર દૂધ દોહીને શિવ મહેલ સોસાયટી તેમજ પારપડા રોડ અને આજુબાજુની સોસાયટીમાં ગાય માલિકો પોતાની ગાયોને રેઢી મુકી દે છે. આ રસ્તે રઝળતી ગાયો રસ્તા ઉપરથી પસાર થતાં મુસાફરો તેમજ સોસાયટીના રહીશો જેમાં નાના બાળકો મહિલાઓ અને વૃદ્ધોને અવાર નવાર ઈજા પહોંચાડે છે.. જો આ ગાયો દ્વારા કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો જવાબદારી કોની? શિવ મહેલ સોસાયટી દ્વારા નગરપાલિકામાં અરજી આપવામાં આવેલ છે છતાં પણ હજુ એની એ જ સ્થિતિ જોવા મળે છે..

Leave A Reply

Your email address will not be published.