Publisher Theme
I’m a gamer, always have been.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત આજની યોગ શિબિર ન્યુ ઈરા હાઇસ્કુલ ગોધરા ખાતે યોજાઇ

0 15

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત આજની યોગ શિબિર ન્યુ ઈરા હાઇસ્કુલ ગોધરા ખાતે યોજાઇ જેમાં આજે સ્વાસ્થ્ય આંદોલન પ્રત્યે પોતાના જ શરીર માટે માણસે જાગૃત રહેવું જોઈએ યોગ એ શરીરની સાહજિક કુદરતી પ્રક્રિયા છે જે જાગૃત થશે તો નિશ્ચિત વ્યક્તિ આયુષ્યમાન બનશે જ પૂજ્ય ગુરુદેવ રામ શર્મા આચાર્યજી સપ્તક્રાંતિ અંતર્ગત સ્વાસ્થ્ય આંદોલન નો જ આ એક ભાગ છે એમ ગાયત્રી પરિવારના વરિષ્ઠ કાર્યકર્તા અને ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ માં ખુબ જ સુંદર સામાજિક સેવાઓ આપતા જાણીતા એવા વિવિધ સામાજિક દરિદ્રનારાયણ સેવાઘારી ડૉકટર ઈન્દ્રવદન એન પરમાર. ઈન્દુભાઈ કે જેઓ હાલમાં જ ઝોનચેરમેન તરીકે 2022-23 ના લાયોનિઝમ વર્ષ માટે ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ 3232 f1 માં નવ નિયુક્ત થયા છે જેમણે જણાવ્યું હતું

રાજ્ય સરકાર ના આજના આ કાર્યક્રમમાં ગોધરા શહેર તથા આજુબાજુના ગામડાઓમાંથી ખૂબ સારી સંખ્યામાં યોગ પ્રેમી ભાઈ-બહેનો તથા આરોગ્ય મંત્રીશ્રી નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા.સુંદર રીતે આજે યોગ શિબિર સંપન્ન થઈ યોગ સંચાલન શિશપાલજી દ્વારા કરવામાં આવ્યું

ગાયત્રી પરિવાર ગોધરામાં થી ઉપઝોનસહ સંયોજક શ્રી બચુભાઇ ત્રિવેદી,તાલુકાસંયોજક શ્રી શિવનદાસ કલવાણી, પંચમહાલ જિલ્લા ગાયત્રી પરિવાર સંગઠન ગોધરા ગાયત્રી પરિવાર વરિષ્ઠ કાર્યકર્તા આદરણીયશ્રી ઈન્દુભાઈ પરમાર સાહેબ મદદનીશ શિક્ષક શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલી , શ્રી સમર સિંહ બારીયા નિવૃત્ત ટીડીઓ તથા રમેશભાઇ પટેલ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા

હતા લાયન્સ ક્લબ ગોધરા અને હાલોલમાં થી ઝેડસીલાયન ડૉ ઈન્દ્રવદન પરમાર ઝેડસી લાયન નીતિનભાઈ શાહ લાજયેન્દ્ર સુથાર લાજેબી સક્સેના ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વને જગતગુરુ બનાવવા માટે સ્વાસ્થ્ય આંદોલન અંતર્ગત આ કાર્યક્રમ ગાયત્રી પરિવારના એક સૂત્ર સ્વાસ્થ્ય આંદોલન અંતર્ગત થયો તેવું જોવા મળ્યું રાષ્ટ્ર ને તંદુરસ્ત રાખવા અને ઊંચે ઉઠાવવા માટે યોગ ની તંદુરસ્તીની પ્રક્રિયામાં ખૂબ સુંદર રાષ્ટ્રીય સાથ સહયોગ આપ્યો હતો…. ઉપસ્થિત ભાઈઓ રાષ્ટ્રને જગતગુરુ બનાવવા માટે પ્રખર સંકલ્પિત છે

Leave A Reply

Your email address will not be published.