Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા વેપારી ના એરકૂલર સમાન ચોરનાર 3 શખ્શને પકડી પાડ્યાં, પોલીસે 46 કુલર રૂ.68,380 નો મુદ્દામાલ કબજે લીધો

0 158

ધાનેરાના વેપારીને એર કુલર એક દો તીન સામાન ચોરના ત્રણ શખ્સને પોલીસે દબોચી લીધા હતા. પોલીસે 46 કુલર રૂ.68,380 નો મુદ્દામાલ કબજે લીધો હતો. ધાનેરા મા દુર્ગા હોમ એપ્લયાંસિસ એન્ડ લાઈટ ના માલિક પ્રવીણભાઈ ગિરધરભાઈ પટેલે angel માર્કેટિંગ અમદાવાદ થી 62 કુલર તથા કુલર ના સ્પેરપાર્ટ રૂ 1,29,540 નો મંગાવ્યો હતો.
જેથી એન્જલ માર્કેટિંગ ના માલિક મનીષભાઈ જયંતિલાલ પટેલ એ પ્રવીણ ભાઈના કહેવા પ્રમાણે તેમના ઓળખીતા ઉદેસિહ જોષી ની ગાડી નંબર જીજે 08 એયુ 4258 માં માલ ભરાવ્યો હતો અને ગાડીના ડ્રાઈવર કિરીટસિંહ ને ફોન કરતા કિરીટસિંહે જણાવ્યું હતું કે સામાન તો રાત્રે ફતેપુરા રોડ ઉપર પાણીના ટાંકા પાસે ઉતારી દેવામાં આવ્યો છે.
પણ સામાન ન ઉતરતા ચોરી ગયા હોવા બાબતે પ્રવિણભાઇએ ધાનેરા પોલીસ મથકે ગાડીના માલિક ઉદેસિહ જોષી, ગાડીના ડ્રાઈવર કિરીટસિંહ તથા એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. કેસની તપાસ કરી રહેલા હેડ કોન્સ્ટેબલ દઝાભાઈ ટીમના માણસો સાથે કિરીટસિંહ બુર્ગીસિંહ ખૂંટિયા, ઉદેસિહ દયાશંકર જાટવ અને રમેશભાઈ જોઈતાભાઈ પટેલ ને પકડી રમેશભાઈ પટેલ ના ઘરમાંથી એર કુલર નંગ 46 રૂ.68380 નો મુદ્દામાલ કબજે લીધો હતો

Leave A Reply

Your email address will not be published.