મોટા લુણા ખાતે નારણજી દાદાનો 11 મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છેલ્લા બે વર્ષથી કોરોના કારણે આ પાટોત્સવ ઉજવી શક્યા ન હતા ત્યારે આજે મોટા લુણા ખાતે સરહદ ના રખેવાળ દાદા નારાયણજી પીરનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો આજના પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સીમા જનકલ્યાણ સમિતિના ગુજરાત પ્રાંત ના હિંમતસિંહજી જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા બીએસએફ કંપની કમાન્ડર કેતનભાઇ ના હસ્તે દીપ પ્રગટાવીને 11 મો પાટોત્સવ ઉપસ્થિત મહેમાનો ની વચ્ચે ખુલ્લો મુકાયો હતો આવા દુર્ગમ વિસ્તારમાં આવા આવા કાર્યક્રમો થકી સરહદ ને ઉજાગર કરવાનું કામ કરી રહ્યા છે મારવાડા સમાજ ના લોકોનું ઉપસ્થિત મહેમાનોએ ધન્યવાદ આપ્યા હતા આ પ્રસંગે જુરા ના પીર ભાવો સંગજી દાદા પ બા ભાઈ આહીર મારવાડા સમાજ ના gorewali હોડકા ભીરંડીયારા ખાવડા ખારી લુણા ખાતેથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસરપંચ હાજી મુસા નું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન વીરાભાઇ એ કર્યું હતું આભાર વિધિ હરજીવનભાઈ મારવાડા કરી હતી