Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરામાંથી ઓવરલોડ રેતી જતા ત્રણ ડમ્પરો ઝડપાયા, ત્રણેય ટ્રક ચાલકો પાસે રોયલ્ટી પાસ ના મળતા કાર્યવાહી

0 106

ધાનેરા તાલુકા માંથી ઓવરલોડ રેતી ભરીને રાજસ્થાનના સાંચોર અને રાનીવાડા તરફ જતા ત્રણ ડંપરોને ધાનેરા ઇન્ચાર્જ પ્રાંત અધિકારી એ ઝડપી ને કાર્યવાહી હાથ ધરી હતી.
ધાનેરા રેલ નદીના પુલ નજીકથી ઇન્ચાર્જ પ્રાંત અધિકારી એફ. એ બાબી ત્રણ ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો ને ઉભા રખાવી ટ્રક માં ભરેલી રેતીને લઇ રોયલ્ટી પાસ માંગતાં ત્રણે ડમ્પર ચાલકો પાસે રોયલ્ટી પાસ ના મળતા પ્રાંત અધિકારીએ ત્રણે ડમ્પરો ને પ્રાંત કચેરી લાવી કાર્યવાહી કરાઈ હતી.
ક્ષમતા કરતા વધુ પડતી ડમ્પરો માં રેતી મળી આવતા ધાનેરા પ્રાંત અધિકારી એ ત્રણે ડમ્પરો નું વજન કરાવી મામલતદારને સોંપ્યા હતા. મામલતદાર દ્વારા ડમ્પર માલિકોને દંડ ની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

Leave A Reply

Your email address will not be published.