દેશના યશસ્વી વડાપ્રધાન માન.નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ચાલતી કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન – જન સુધી પહોંચે તે માટે કેન્દ્રીય યોજના અનુસાર તારીખ 7 એપ્રિલથી તારીખ 20 એપ્રિલ 2022 દરમ્યાન પ્રદેશમાં ‘ સામાજિક ન્યાય પખવાડિયું ‘ અંતર્ગત તારીખ 19 એપ્રિલ ભાજપ મહિલા મોરચા દ્વારા “પોષણ અભિયાન ” નો કાર્યક્રમ ગુજરાતના મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ.દિપીકાબેન સરડવા ના અધ્યક્ષતા હેઠળ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં સિવિલ હોસ્પિટલ ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો.જેમાં આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોને તેમની સર્વ શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.તથા ધાત્રી બહેનોને ફ્રૂટ ,બિસ્કીટ અને બાળકોને રમકડાંનું વિતરણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા મોરચા પ્રભારી પ્રિયંકા ખરાડી,જિલ્લા સંગઠન મંત્રી મીનાબેન જોશી,ખેડબ્રહ્મા શહેર મહિલા મોરચા પ્રમુખ પુષ્પાબેન ગોસ્વામી,મંત્રી લતાબેન ભાવસાર,શહેર સંગઠન મહામંત્રી પ્રશાંતભાઈ પટેલ,નગરપાલિકા કારોબારી ચેરમેન બ્રીજેશભાઈ બારોટ ,નગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન નિકુંજભાઈ રાવલ,શહેર યુવા મોરચા પ્રમુખ બ્રીજેશભાઇ,સોશિયલ મીડિયા ઇન્ચાર્જ રોહિતભાઈ , મિલન પટેલ તથા મહિલા મોરચાની બહેનો હાજર રહી હતી.