Publisher Theme
I’m a gamer, always have been.

ગોધરા: બાબાસાહેબના જન્મ દિવસે શિક્ષકો તથા અન્ય વિભાગોના કર્મચારીઓ દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું

0 7

રાજ્ય સરકાર દ્વારા 2004 પછી નોકરીમાં સમાવેશ થયાં હોય તેવા કર્મચારીઓને પેન્શન આપવાનું બંધ કરવામાં આવ્યું છે. પેન્શન અમારો હક છે એ વિચાર સાથે આજે બાબાસાહેબના જન્મ દિવસે મોટી સંખ્યામાં શિક્ષકો તથા અન્ય વિભાગોના કર્મચારીઓ એકત્રિત થયા હતા.સર્કિટ હાઉસ ગોધરા ખાતે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી સ્વરૂપે માનનીય ધારાસભ્યશ્રી ગોધરાને ભૂરાવાવ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા વહેલી તકે પેન્શન યોજના ફરી શરુ કરવામાં આવે તેવી માંગ સાથે સૌ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.પેન્શન યોજના ફરી શરૂ કરે તેવી સૌ કર્મચારી ઈચ્છી રહ્યા છે અત્રે એ ઉલ્લેખનીય છે કે સરકારના ચૂંટાયેલા ધારાસભ્ય, સંસદસભ્યોને પેન્શન મળે છે પણ કર્મચારીઓને બંધ કરવામાં આવ્યું છે . આ માટે કર્મચારીઓને પેન્શન યોજના શરૂ કરવાની માંગ છે.

Leave A Reply

Your email address will not be published.