Publisher Theme
I’m a gamer, always have been.

ગોધરા તાલુકાની પઢીયાર પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

0 14

ગોધરા તાલુકાની પઢિયાર ખાતે આવેલ પઢિયાર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે ભૂતપૂર્વ ભણી ગયેલ વિદ્યાર્થી બારીઆ આશિષકુમાર દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું.જેમાં ચિત્ર સ્પર્ધા, વક્તૃવ સ્પર્ધા, કવિતા,વાર્તા,અભિનય, વગેરે વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

જેમાં વિદ્યાર્થીઓએ પોતાના વકતવ્યો રજૂ કર્યા હતા.આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી માછી કમળાબેન તેમજ શાળાના શિક્ષકો પરમાર રાજેન્દ્રભાઇ, પટેલ કલ્પેશભાઈ, પટેલ ભારતીબેન,રાઉલજી સંગીતાબેન,રવીન્દ્રભાઈ તેમજ ગામના જાગૃત યુવાન તેમજ વાલી તરીકે જ્યેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા હતા.આ સ્પર્ધામાં જે વિદ્યાર્થીઓએ 1 થી 3 નંબર મેળવ્યા તેમને ઇનામ આપવામાં આવ્યું હતું.

તેમજ જેમને નંબર ના આવ્યા હોય અને સ્પર્ધામાં ભાગ લીધેલા વિધાર્થીઓને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યું હતું. આ સાથે ધોરણ 8 માં ભણતા વિદ્યાર્થીઓને વિદાય થવાની હોવાથી તેમને સમગ્ર શાળા પરિવાર તરફથી તેઓ ભણે પોતાના જીવનમાં પ્રગતિ કરે તે માટે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave A Reply

Your email address will not be published.