Publisher Theme
I’m a gamer, always have been.

માધવપુરનો માંડવો ને જાદવ કુળની જાન : પરણે રાણી રુકમણી, વર શ્રી ભગવાન

0 141

ગુજરાતના સમુદ્રકાંઠે પોરબંદર નજીક આવેલ માધવપુર ઘેડમાં ભગવાન શ્રીકૃષ્ણ ને રાણી રુક્ષમણીનો આજે વિવાહ પ્રસંગ પર્વ ઉજવાય રહ્યો છે.રૂકમણીજી ભારતના ઉતર પુર્વના હતા. માધવપુર ઘેડમાં આ પ્રસંગે પાંચ દિવસનો લોકમેળો યોજાય છે. વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારત ના સપનાને સાકાર કરવા હવે આ મેળો રાષ્ટ્રીય બન્યો છે. માધવપુર ઘેડ પ્રાચીન ભારતની સાંસ્કૃતિક વિરાસત છે. ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આજે મેળા ની પરંપરા અનુસાર ભગવાનના લગ્ન છે .ગુજરાત સરકાર દ્વારા ચાર દિવસીય સાંસ્કૃતિક મહોત્સવમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ આસામ મુખ્યમંત્રી ડો. હેમંતાશર્મા,અને કેન્દ્રીય મંત્રી શ્રી રામેશ્વર તેલી, મંત્રીશ્રી ડૉ. રાજકુમાર, ગુજરાતના પ્રવાસન મંત્રી શ્રી પૂર્ણેશ મોદી , રાજ્ય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી પણ ઉપસ્થિત રહેવાના છે . સમગ્ર કાર્યક્રમોનું સંકલન પોરબંદર જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા થઈ રહ્યું છે.સમુદ્ર કાંઠે નથુભાઇ ગરચર નું આ રેતી ચિત્ર માધવપુરની માધુર્યતામાં રંગ પૂરે છે.

Leave A Reply

Your email address will not be published.