Publisher Theme
I’m a gamer, always have been.

સિધ્ધપુર તાલુકાના બિલીયાની પ્રકાશ હાઈસ્કૂલ બિલિયા ખાતે NCC કેડેટસ ને ફાયરીંગ શિખવવામાં આવ્યુ

0 24

સિધ્ધપુર પંથકની પ્રતિષ્ઠીત પ્રકાશ વિદ્યાલય અને શ્રી સી.એસ. પટેલ સિધ્ધપુરા ઉ.મા. શાળા બિલીયા ખાતે ચાલી રહેલ NCC એકમના ૫૦ કેડેટોને એરગન દ્વારા ફાયરીંગની તાલીમ આપવામાં આવી.

આ તાલીમનું ઉદઘાટન શાળાના આચાર્ય સુરેશભાઈ સૂંઢિયાના વરદહસ્તે કરવામાં આવેલ. તેઓએ કેડેટોને NCC ANO કેપ્ટન નિતીનભાઈ મોદીએ કેડેટોને ફાઈરીંગની પોઝીશન શિખવી. આ ઉપરાંત તાજેતરમાં BSF ની આકરી તાલીમ પૂર્ણ કરીને વતન પરત ફરેલા BSFના જવાનો એવા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સિદ્ધરાજસિંહ રાજપૂત તથા પંકજસિંહ રાજપૂતે કેડેટોને ફાયરીંગની પધ્ધતિઓ શિખવીને એરગન દ્વારા દરેક કેડેટને પાંચ પાંચ રાઉન્ડનું ફાયરીંગ કરાવીને માતૃસંસ્થાનું ઋણ અદા કર્યુ હતુ. બિલીયા ગામના બન્ને વીર સપૂતોનો શાળા દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

Leave A Reply

Your email address will not be published.