Publisher Theme
I’m a gamer, always have been.

લાખણી તાલુકાના મહિલા સ્કૂલ ઇન્સ્પેક્ટરની અખિલ ભારતીય મુલકી સેવા અંતર્ગત નૅશનલ કક્ષાની ચેસ સ્પર્ધા 2021-22 દિલ્હી ખાતે પસંદગી

0 8

દિલ્હી ખાતે ચાલી રહેલ આ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય તરફથી પ્રતિનિધિત્વ કરી રહેલા બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં સ્કૂલ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કાજલબેન જોષીએ નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લાની નામના આખા રાજ્યમાં વધારી છે.

અગાઉ વર્ષ 2019-20 માં ગુજરાત રાજ્ય તરફથી એક માત્ર મહિલા ચેસ ખેલાડી તરીકે જોડાઇને કાજલબેન ઝારખંડ ખાતે ગુજરાત રાજ્ય નું પ્રતિનિધિત્વ કર્યું હતું.

કાજલબેન જોષીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનતા જણાવ્યું કે વર્ષ 2019 સુધી મહિલા અને પુરુષ ચેસ ગેમ એક સાથે ચાલતી હતી પરંતુ 2019 માં વડાપ્રધાન સાહેબ શ્રી ને મહિલાઓ માટે અલગ સ્પર્ધા કરવા માટે અમે એક અરજી કરી હતી વડાપ્રધાન સાહેબ શ્રીએ એ અરજીને ધ્યાને લઇ 2020 થી મહિલાઓ માટે અલગ સ્પર્ધા શરૂ કરાવી જેના કારણે આજે મને આ નેશનલ કક્ષાનું પ્લેટફોર્મ મળ્યું છે વડાપ્રધાન સાહેબ શ્રી એ મહિલા સશક્તિકરણ માટે એક સાદી અરજીને પણ ધ્યાને લઇ અમને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે જેના કારણે 2020-21 ની સ્પર્ધામાં હું વ્યક્તિગત રમત ની સાથે સાથે મહિલા ટીમ સાથે નેશનલ કક્ષાએ પહોંચી શકી છું જે બદલ વડાપ્રધાન સાહેબ શ્રી નો ખુબ ખુબ આભાર

કાજલબેન સતત પ્રેરણા અને સહકાર આપવા બદલ TEAM GSQAC GANDHINAGAR અને TEAM EDUCATION BANASHKANTHA નો પણ ખુબ આભાર માન્યો છે તેમજ ભવિષ્યમાં વધુમાં વધુ મહિલા ખેલાડીઓ રમતમાં ભાગ લઇ દેશનું નામ ઉજ્જવળ કરે તેવી આશા વ્યક્ત કરી છે.

Leave A Reply

Your email address will not be published.