Publisher Theme
I’m a gamer, always have been.

લાખણીની માણકી પ્રા.શાળામાં એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ક્વિઝ સ્પધૉ યોજાઈ

0 20

ભારત ના યશસ્વી વડાપ્રધાનશ્રી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે 2015 થી એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના અમલમાં મુકવામાં આવી છે.આ યોજનાનો હેતુ એક રાજ્યનો બીજા રાજ્ય સાથેનું જોડાણ છે.એક રાજ્ય બીજા રાજ્ય ની સંસ્કૃતિ,રહેણીકહેણી,રીતરિવાજ,
ભાષા વગેરે થી માહિતગાર થાય તે હેતુથી આવા જુદા જુદા કાર્યક્રમો શાળા કક્ષાએ થતાં હોય છે.
ત્યારે અત્રેની લાખણી તાલુકાની માણકી પ્રા શાળા માં આજે તા 12/03/2022 ના રોજ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું .જેમાં સરદાર પટેલ , રાણી લક્ષ્મીબાઈ, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, સુભાષચંદ્ર બોઝ જેવી પાંચ ગ્રુપ પાડી સ્પર્ધા કરવામાં આવી, જેમાં ધોરણ 6થી8 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સંપૂર્ણ કાર્યક્રમ નું સંચાલન ભાવિકભાઈ પટેલ, મહેશભાઈ મેવાડા, ચૌધરી કાનજીભાઈ, મોદી ચેતનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave A Reply

Your email address will not be published.