Publisher Theme
I’m a gamer, always have been.

પાલનપુર ખાતે જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ હરીફાઇ યોજાઇઃ

0 43

વિવિધ શાળાઓના ૩૭૦ જેટલા બાળ કલાકારોએ સહભાગી થઇ પોતાની કલા રજૂ કરી

આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નરશ્રી યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી- બનાસકાંઠા દ્વારા પાલનપુર ખાતે જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

પાલનપુર ખાતે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રીમતી સાળવી (સ્વસ્તિક) પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ આ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભરતદાન ગઢવી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી પ્રિતેશભાઇ સોની, પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી હિંમતભાઇ કાપડી તથા દ્રષ્ટિબેન દવે, શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના ખજાનચીશ્રી મુકેશભાઇ પટેલ, ભોજનદાતાશ્રી દલસંગભાઇ ચૌધરી, શ્રીમતી સાળવી પ્રા.શાળાના આચાર્યશ્રી મહેશભાઇ પટેલ, ઉપાચાર્યશ્રી રવિન્દ્રભાઇ મેણાત સહિત બનાસકાંઠા જિલ્લાની વિવિધ શાળાઓના બાળ કલાકારો તથા માર્ગદર્શક શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બનાસકાંઠામાં જિલ્લા કક્ષાએ યોજાયેલ બાળ પ્રતિભા હરીફાઇમાં નિબંધ, વક્તૃત્વ, લોક વાદ્ય, ભજન, લોકગીત, દુહા-છંદ, એકપાત્ર અભિનય, સમૂહ ગીત, લોકનૃત્ય, લગ્ન ગીત, સર્જનાત્મક કારીગરી સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં જિલ્લાની વિવિધ શાળાઓના ૩૭૦ જેટલા બાળ કલાકારોએ સહભાગી થઇ પોતાની કલા રજૂ કરી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રીમતી સાળવી પ્રા. શાળાના તમામ શિક્ષક ભાઇ-બહેનોનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.

Leave A Reply

Your email address will not be published.