ગોધરા તાલુકાનો કલા મહાકુંભ કાર્યક્રમ આજે ગોધરાની ધી એમ એસ માધ્યમિક અને ઉ.મા હાઈસ્કૂલ મહુલીયા ખાતે સંપન્ન થયો. જેમા ગોધરાની કલરવ સ્કૂલના ધોરણ 4 ના વિધાર્થીની કું માહી મહેન્દ્રકુમાર પરમારે એકપાત્રીય અભિનયમાં પ્રથમ નંબર મેળવ્યો છે.

અભિનય કલાની આ સ્પર્ધામાં તાલુકામાંથી આવેલ વિવિધ સ્પર્ધકોનેમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરીને પ્રથમ નંબર મેળવી કલરવ સ્કુલ ગોધરાનું ગૌરવ વધાર્યુ છે…ગોધરામાં સતત વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ચિંતિત રહેતી કલરવ સ્કૂલની વિધાર્થીની માહી પરમારને સ્કૂલના ટ્રસ્ટી જયેશ શાહ સહિત શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.