યાત્રાધામ શ્રી અંબાજી ખાતે આવેલ કિડ્સ ગાર્ડન જુનિયર ચિલ્ડ્રન સ્કૂલ ખાતે શિવરાત્રી પર્વ ને લઈ ધાર્મિક કાર્યક્રમ યોજાયો
શ્રી અંબાજી ધાર્મિક નગરી તરીકે ઓળખાય છે અહીં વિવિધ શાળા કોલેજો આવેલી છે જેમાં દરેક પ્રકારના સાંસ્કૃતિક કે ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે ત્યારે અંબાજીમાં આવેલ નાના ભૂલકાઓની પ્રખ્યાત એવી કિડ્સ ગાર્ડન ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે શિવરાત્રી મહોત્સવ નિમિતે આજે શિવ વિવાહ નું આયોજન કરવામાં આવ્યું હતું આ નિમિત્તે શાળા ના બાળકો દ્વારા વિવિધ વેશભૂષા કરવામાં આવી હતી અને નાના નાના બાળકોએ શિવજી પાર્વતી શિવજીના ગણ તેમજ નંદી ના પાત્રો ભજવ્યા હતા અને શિવ વિવાહ નું આયોજન કરવામાં આવ્યું હતું શિવજીનો વરઘોડો કાઢી તેમના પાર્વતી સાથે લગ્ન કરવામાં આવ્યા હતા

આ કાર્યક્રમ નાના બાળકો માં ધાર્મિક ભાવનાનું સિંચન થાય અને તેમને શિવરાત્રી નો તહેવાર કેમ ઉજવાય છે તેની સમજ આવે તે માટે કરવામાં આવે છે લગભગ છેલ્લા પાંચ વર્ષ થી આ શાળામાં વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાય છે આ પ્રસંગે શાળાના આચાર્યા તેમજ શિક્ષક સ્ટાફ તથા બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ નિહાળ્યો હતો.