Publisher Theme
I’m a gamer, always have been.

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય શ્રીમતી ર્ડા.રાજુલબેન દેસાઈએ માતાજીના દર્શન કરીને ધજા અર્પણ

0 20

શક્તિ, ભકિત અને આસ્થાના ત્રિવેણી સંગમ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શનિવારે બપોરે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય શ્રીમતી ર્ડા. રાજુલબેન દેસાઈએ સહપરિવાર માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યશ્રીનું અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ. અંબાજી મંદિરના પુજારી દ્વારા માતાજીની ચુંદડી ઓઢાડીને તેમનું બહુમાન કરાયું હતું.

અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ તેમણે સિદ્ધિવિનાયક મંદિર અને ભૈરવજી મંદિરના દર્શન કર્યા હતા ત્યારબાદ તેમણે ભટ્ટજી મહારાજની ગાદી પર જઈને રક્ષા કવચ બંધાવ્યું હતુ. તેમણે અંબાજી મંદિરના શિખર ઉપર ધજા પણ અર્પણ કરી હતી.

Leave A Reply

Your email address will not be published.