મોરવા હડફ તાલુકાની દાતિયા વર્ગ પ્રા.શાળા ખાતે ડાયટ પંચમહાલ હેઠળ જિલ્લા કક્ષાનો બાલમેળા નિદર્શન વર્કશોપ યોજાયો
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ આયોજિત શાળા કક્ષાએ યોજાનાર બાલમેળા નું દાતિયા વર્ગ શાળા માં યોજાયેલ ઇનોવેટિવ બેનમૂન બાલમેળાની વિવિધ પ્રવૃત્તિનુંનિદર્શન ડાયટ ના સિનિયર લેકચરર ઉમેશભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાયું.ગોધરા,શહેરા અને મોરવા હડફ તાલુકાના કુલ 70 શિક્ષકો જોડાયા.

દાતિયા વર્ગ પ્રા.શાળા દ્વારા ગીજુભાઈ બધેક બાલમેળા હેઠળ ગીત,સંગીત,બાળવાર્તા,નાટક,વેશભૂષા, હાસ્ય,પુસ્તક પરબ સાયકલ પંચર, કુકર,મિકચર,રોટલા,રોટલી બનાવવી,વેકસીનેશમ અવરનેસ,ચિત્રકામ, રંગપુરણી, ઘડીકમ,પ્રકૃતિમાંથી રંગોળી,તોરણ,પ્રેસ કરવી જેવી 20 જેટલી બાળકો દ્વારા થયેલ પ્રવૃત્તિઓનું ત્રણે તાલુકાના શિક્ષકો દ્વારા નિદર્શન યોજાયું.
કાર્યક્રમ માં ડાયટ સિ. લે.ઉમેશભાઈ,રા.પ્રા.શિ. સંઘના કાર્યધ્યક્ષ પ્રભાતસિંહ ખાંટ,બી.આ સી.કો.દિનેશભાઇ,શિક્ષક સંગઠનના હોદ્દેદારશ્રી ઉદયભાઈ,અશોકભાઈ સી.આર.સી.કો.ગણપતભાઈ એસ.એમ.સી.અધ્યક્ષ અર્જુનભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.શાળા દ્વારા સૌનું સન્માન કરવામાં આવ્યું.
શાળાના આચાર્ય જસવંતભાઈ એ સ્વાગત પ્રવચન કર્યું.ઇમરાનભાઈ શેખે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું.શાળા પરિવાર ખૂબ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.ટુક સમયમા મળેલ મેસેજ માં ઉત્તમ આયોજન બદલ ઉમેશભાઈએ શાળાના આચાર્ય અને સ્ટાફ નો આભર વ્યક્ત કર્યો હતો તેમજ તાલુકા બી.આર.સી.દિનેશભાઇ ને ધન્યવાદ પાઠવ્યા હતા.