Publisher Theme
I’m a gamer, always have been.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ ગોધરા દ્વારા શનિયાડા ખાતે બાળમેળા નિદર્શન વર્કશોપ યોજાઈ ગયો

0 53

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ ગોધરા દ્વારા ઘોઘંબા હાલોલ અને કાલોલ ત્રણ તાલુકાનું બાળમેળા નિદર્શન વર્કશોપ શનિયાડા પ્રાથમિક શાળા તાલુકો ઘોઘંબા ખાતે યોજવામાં આવ્યો હતો

વર્કશોપમાં ત્રણ તાલુકાના 65 જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો સમગ્રનું વર્કશોપ આયોજન અને સંચાલન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પંચમહાલના સિનિયર લેક્ચર ઉમેશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ગામના સરપંચ અને માજી તાલુકા પ્રમુખ સાથે બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી પ્રવિણસિંહ સોલંકી અને સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી ગીરીશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપમાં ફાયર બ્રિગેડ ,108 એમ્બ્યુલન્સ,પોલીસ કર્મચારીઓ દ્વારા નિદર્શન, ધન્વંતરી રથ તેમજ આનંદદાયી બાળમેળો અને જીવન કૌશલ્ય આધારીત બાળમેળાના 8 વિભાગ મુજબ વિવિધ પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. બાળકો દ્વારા મકાઈની ધાણી ,બટાકા પૌવા ,અને પાણીપુરી જેવા ખાણીપીણીના સ્ટોલોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

વર્કશોપમાં તજજ્ઞ તરીકે શેખ જાકીરભાઇ, શંકરભાઈ પટેલ, શાળાના આચાર્ય શ્રી અર્જુનભાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Leave A Reply

Your email address will not be published.