આજે થરાદ ના પ્રાંત અધિકાર કચેરી ખાતે મોટી સંખ્યા માં બી. આર. એસ. અને ડિપ્લોમાં કરેલા વિધાર્થી દ્વારા પ્રાંત અધિકારીશ્રી ને ગ્રામ સેવકની ભરતીના નિયમોમાં બીએસસી એગ્રીકલ્ચર બીએસસી હોટીકલ્ચર અને બી.ઇનો સમાવેશ રદ કરવા ની માંગણી સાથે આવેદન પત્ર આપ્યું

જેમાં ગ્રામ સેવકની ભરતીના નિયમોમાં બીએસસી એગ્રીકલ્ચર બીએસસી હોટીકલ્ચર અને બી.ઇનો સમાવેશ રદ કરવા રજૂઆત કરાઇ અને કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બીઆરએસના વિદ્યાર્થીઓ માટે સરકારી ક્ષેત્રમાં માત્ર ગ્રામસેવક પૂરતી રોજગારીની તક વિરોધ માં પણ રજૂઆત કરાઈ હતી સાથે સાથે તાત્કાલિક ધોરણે નવો જીઆર રદ કરી જેમાં અન્ય ડીગ્રીઓનો નવા જી,આરમાં સમાવેશ કરતા બી. આર. એસ. અને ડિપ્લોમાં કરેલા વિધાર્થીઓ સાથે અન્યાય થાયે છે જેના કારણે તાત્કાલિક નવો જીઆર રદ કરીને જુના જીઆર પ્રમાણે ભરતી કરવા માંગણી કરાઈ
સરહદીય વિસ્તાર બી. આર. એસ. અને ડિપ્લોમાં કરેલા વિધાર્થીઓ તાત્કાલિક ધોરણે આ જી.આર પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચિમકી.ઉચ્ચારી