Publisher Theme
I’m a gamer, always have been.

ગોધરા કાંકણપુર કોલેજ ખાતે 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને કોરોના રસીકરણ નો કેમ્પ યોજાયો.

0 19

ગોધરા તાલુકાની કાંકણપુર કોલેજ ખાતે સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જે.એલ.કે કોટેચા આર્ટસ એન્ડ શ્રીમતી એસ.એચ.ગાર્ડી કોમર્સ કોલેજ કાંકણપુર માં કોલેજ ના આચાર્ય ડૉ. જૈમીની શાસ્ત્રી સાહેબ ના માર્ગદર્શન હેઠળ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી NSS વિભાગ તથા કાંકણપુરના NSS અને CWDC ના સયુંકત ઉપક્રમે કોવિડ19 નો 15 થી 18 વર્ષ સુધીના વિદ્યાર્થી ભાઈ બહેનો ને પ્રથમ ડોઝ રસી કરણનો કેમ્પ યોજવામાં આવ્યો.

નદીસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા બધા વિદ્યાર્થીઓને પ્રથમ ડોઝ અપાયો હતો.NSS ના પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર મહેશભાઈ રાઠવા ,CDWC ના કન્વીનર ડૉ. ઉષાબેન પટેલ ,શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના NSS વિભાગના કૉ.ઓર્ડીનેટર ડૉ.નરસિંહભાઈ પટેલ, સમાજશાસ્ત્ર વિભાગના હેડ ડૉ. જગદીસભાઈ પટેલ , લાઇબ્રેરિયન ડૉ. શૈલેષભાઇ પટેલ, હિન્દી વિભાગ ના અધ્યાપક ડૉ. કે.જી ચંદાણાં સાહેબે ખુબજ જેહ્મદ ઉઠાવી ને વિદ્યાર્થીઓ ને પ્રથમ ડોઝ મુકવા માટે માર્ગદર્શન આપ્યું હતું.કાંકણપુર કોલેજમાં આશરે 40 વિદ્યાર્થી ભાઈ બહેનો એ રસી મુકાવી હતી. કોલેજ ના આચાર્ય ડો.જૈમિની શાસ્ત્રી સાહેબે વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ અધ્યાપકો ને શુભેચ્છાઓ પાઠવી હતી.નદીસર મેડિકલ ઓફીસર ડૉ. દિલીપભાઇ માછી , ડો. ગિરીશભાઈ માછી તેમજ તમામ આરોગ્યનો સ્ટાફ દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવ્યું હતું.

Leave A Reply

Your email address will not be published.