મોટી પાનેલીના પરિવારો વચ્ચેની તકરાર મોટુ સ્વરૂપ પકડે એ પહેલા
ધર્મગુરુ-આગેવાનો એ સુલેહ કરાવી રાણાવાવના જીલાના બાપુએ મધ્યસ્થા કરાવી
મોટી પાનેલી : ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આજરોજ ગેબનશાપીર દરગાહ ખાતે પાનેલીના જ મુસ્લિમ પરિવારો વચ્ચે ચાલતી જૂની અદાવતનો શાંતિ અને સુલેહ સાથે અંત આવ્યો હતો મોટી પાનેલીના જુણેજા, શોરા અને સફિયા પરિવારો વચ્ચે ડેમના પાણીમાં થતી માછલી પકડવાના ઇજારા સબન્ધી જૂની અદાવત ને લઈને મુસ્લિમ સમાજમાં ભારે તંગદિલી નો માહોલ જોવા મળતો હતો ત્રણેય પરિવારના સભ્યો વચ્ચે નાની નાની વાતોમાં પણ આંખ મીચામણા થતા હતા જેનેલઈને સમગ્ર સમાજમાં ચિંતા ફેલાયેલી રહેતી અને ગમેત્યારે કોઈ અણબનાવ બનવાની શક્યતા પણ સમાજના લોકો ચર્ચી રહ્યા હતા
સમાજના પ્રમુખશ્રી ઇશાકભાઈ શોરા તેમજ સમાજના આગેવાન મેરૂભાઇ એ સુલેહના અવાર નવાર પ્રયત્નો કરવા છતાં કોઈ નિવેડો આવેલ ના હતો ત્યારે પ્રમુખશ્રી તેમજ અન્ય આગેવાનો દ્વારા મુસ્લિમ ધર્મગુરુ ઓ ને વચ્ચે લયાવી પરિવારો વચ્ચે સુલેહ કરાવવા હામ ભીડી હતી જેનેલઈને આજરોજ રાણાવાવના સૂફી સંત જિલાનીબાપુ તેમજ પીરસાહેબ અબ્દુલાબાપુ સાથે વેરાવળ સોમનાથના મોલાના રફીકબાપુ સાથે પાનેલીના ઉપસરપંચ બધાભાઇ ભારાઈ મેરૂભાઇ જુણેજા તેમજ લાલપુરના હુસેનભાઇ ઘૂઘા, ચોરબેડીના માજી સરપંચ ઓસામણ લાખા, નાના ખડબાના સરપંચ ઉમરભાઈ, ગઢકળાના સરપંચ ફિરોજભાઈ, કાલાવડ પ્રમુખશ્રી મુસાભાઇ, ધોરાજીના આગેવાન વાલીમામદ શોરા વગેરે આગેવાનોએ હાજર રહી મોટી પાનેલીના મુસ્લિમ સમાજના લોકો વચ્ચે ત્રણેય પરિવારના સભ્યોને સાથે બેસાડી એકબીજાની ભૂલોને ભૂલી ભાઈચારાની ભાવના કેળવવા તેમજ તમામ સભ્યો વચ્ચે પ્રેમભાવના રાખી વાદવિવાદ કે ઝઘડાને ભૂલી જવા મુસ્લિમ ધર્મગુરુએ આહવાન કરેલ જેને શોરા, જુણેજા અને સફિયા પરિવારના સભ્યો વધાવી મુસ્લિમ ધર્મગુરુ અને પીરસાહેબ ની વાતનો સ્વીકાર કરી
સુલેહ શાંતિ બનાવી રાખવાની ખાત્રી આપી જીલાનીબાપુના આશીર્વાદ પ્રાપ્ત કરેલ ત્રણેય પરિવાર વચ્ચેના સમાધાન થી સમસ્ત મુસ્લિમ સમાજમાં ખુશી છવાઈ ગયેલ બધાયે એકસાથે મુસ્લિમ ધર્મગુરુ જિલાનીબાપુ અને પીરસાહેબ અબ્દુલાબાપુનો જયકાર બોલાવેલ સાથેજ મોટી પાનેલી મુસ્લિમ સમાજના પ્રમુખશ્રી ઇશાકભાઈ શોરાએ તમામ સમાજના લોકોને ભાઈચારાથી રહેવા સાથે તમામ મહેમાનોનું અભિવાદન કરી તમામને ભોજન કરાવી ત્રણેય પરિવારના સભ્યોને એકમંચ પર બેસાડી ચાપાણી સાથે ભોજન પણ કરાવેલ, સમાજના પ્રમુખશ્રી તેમજ આગેવાનોની ઉમદા પહેલને લઈને મુસ્લિમ સમાજમાં મોટી ઘટનાને અંજામ મળે એ પહેલા શાંતિ સ્થપાયેલ છે જેનેલીધે મોટી પાનેલીના મુસ્લિમ સમાજમાં હળવાશ અને ખુશી વ્યાપી છે.