
આજ રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં વાત્સલ્ય સેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત વાત્સલ્ય એકઝિબીસન કાર્યકમ માં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કૌશલ્યા કુવરબા નાં વરદ હસ્તે દીપ પ્રગટાવી ને એકઝિબીસન ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જે પ્રસંગે પાલનપુર નગરપાલિકા નાં કોર્પોરેટર શ્રી જાગૃતિ બેન મહેતા, સામાજિક કાર્યકર નિતીન ઠાકોર, વડગામ તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી જશુભાઈ ચૌહાણ સાહેબ તેમજ , અનિકેત ઠાકર તેમજ મોટી સંખ્યામાં સામાજિક કાર્યકર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો,તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા,. એકઝિબિસન માં ગુહ ઉધોગ દ્વારા બનાવાયેલ વસ્તુઓ જેવી કે હેન્ડી ક્રાફટ ની વસ્તુઓ, ફરસાણની આઈટમો તેમજ ઘર વપરાશ માં ઉપયોગી ધણી બધી વસ્તુઓ છે આ એકઝીબિસન તારીખ ૧૫/૧૦/૨૦૨૧ થી તારીખ ૧૭/૧૦/૨૦૨૧ સુધી સાજે ચાર વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રાખવામાં આવશે