રાષ્ટ્રિય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા માં પુતળા દહન કરે તે પહેલાં જીલ્લા પોલીસ દ્વારા તમામ હોદ્દેદારો ની ઘરપકડ કરી છે
ભારત સરકાર દ્વારા જયારથી ત્રણ કૃષિ કાયદા પસાર કર્યા છે ત્યાર થી ખેડૂતો માં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ઉત્તર પ્રદેશ ના લખીમપુર ખાતે શાંતિ પૂર્ણ રીતે આદોલન કરી રહ્યા હતા અને કેન્દ્રીય રાજય મંત્રી મિશ્રા ના પુત્ર દ્વારા ખેડૂતો ઉપર ગાડી ચઢાવી અડફેટે માં લઇ ૮ ખેડૂતો ને મોત ના ઘાટ ઉતારી શહીદ કર્યા છે અને ૧૦ ખેડૂતો ને ઘાયલ કરેલ,

જેથી સમગ્ર દેશમાં ખેડૂતો માં સરકાર સામે આક્રોશ વધી ગયો છે અને આરોપી મંત્રી ના પુત્ર ની સામે ગુનો ન નોંધાતા સુપ્રીમ કોર્ટ ની ટીપણી પછી ગૂનો નોંધ કરી આરોપી ને જેલ માં ધકેલવા માં આવેલ છે તેથી સંયુક્ત કિસાન મોરચા દિલ્હી ના આદેશ મુજબ તા.૧૫/૧૦/૨૦૨૧ ના રોજ સમગ્ર દેશમાં વિજય દશમી ના રોજ પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, કૃષિમંત્રી વગેરે ના પુતળા દહન કરવા નો કાર્યક્રમ આપેલ હતો,
તેથી રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાત માં પુતળા દહન નો કાર્યક્રમ આપેલ હતો પરંતુ ગુજરાત ની તાનાશાહી સરકાર પોલીસ ને આગળ કરી પુતળા દહન કરવા આવે તે પહેલાં જીલ્લા પ્રમુખ વી.કે.કાગ, જીલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ, જીલ્લા યુવા પ્રમુખ દોલાભાઈ ખાગડા, પ્રદેશ ઉપાધ્યક્ષ કાળુભાઇ તરક, પ્રદેશ મંત્રી રામસિંહ ગોહિલ ની સાથે તમામ જીલ્લા હોદ્દેદારો તથા તાલુકા ના હોદ્દેદારો ની ઘરપકડ બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા ઘરપકડ કરવા માં આવી છે.

વધું માં જીલ્લા યુવા પ્રમુખશ્રી દોલાભાઈ ખાગડા જણાવે છે કે નરેન્દ્ર મોદી ની વર્તમાન સરકાર ખેડૂતો ને ખતમ કરી ઉધોગપતિઓના ગુલામ બનાવવાનું સુઆયોજિત રણનીતિ બનાવી રહી છે
તેથી પોલીસ ને આગળ કરી શાંતિ પૂર્ણ રીતે આદોલન કરવા દેતી નથી અને તાનાશાહી ઢબે વારંવાર ઘરપકડ કરવા માં આવે છે પરંતુ અમો ખેડૂત આગેવાનો પોલીસ અને સરકાર થી ડરી પીછે હઠ કરવા ના નથી સદાય ખેડૂતો નો અવાજ બની ખેડૂતો ના પ્રશ્નો ને ઉજાગર કરવા નું કામ કરતા રહીશું