ઓળખકાર્ડનં. Rk sh 120
તા.૭.૧૦.૨૦૨૧
પ્રતિયોગિતા”નં.૧૪૩૬
પ્રકાર:લઘુ વાર્તા
શબ્દ-નવરાત્રિ
નવરાત્રી નો પાવન પર્વ શરૂ થઇ રહ્યો છે. ઘરમાં બધા ખૂબ ઉત્સાહમાં હતાં. નવરાત્રી પહેલાં ઘરની સાફ સફાઈ થઈ ગઈ. માતાજીનું ઘટસ્થાપન દર વર્ષેની જેમ આ વખતે પણ થયું. દાદીમા રોજરોજ માતાજીના દરેક અવતારની વાત કરે. રોજે રોજ જુદા જુદા પ્રકારના નૈવેદ્ય ધરાવે. સાંજે દીપમાળા અને આરતી થાય પછી પાંચ ગરબા તો ગાવાના જ. ઘરમાં ચહલ પહલ અને અનેરો ઉત્સાહ જોવા મળે. અને તાજગી ની તો વાત જ શી કરવી. પરંતુ આજે ઋષિ અને તેના પિતાને શું સુઝ્યું કે ઋષિ ની બહેન,માતા ,અને દાદી ત્રણેયને સરસ મજાની ખુરશીમાં બેસાડ્યા .સરસ મજા ની આરતી તૈયાર કરી.

સૌપ્રથમ ઋષિ એ ત્રણેયના પગ ધોયા .ત્રણેયને તિલક ચાંદલો કર્યો. પછી ત્રણેય ની આરતી ઉતારી અને ગુલાબની પાંખડીઓ થી ત્રણેને વધાવ્યા. આ જોઇ ત્રણેયની આંખમાં લાગણીથી અશ્રુ આવી ગયા. ઋષિએ કહ્યું: મમ્મી મને પપ્પા એ સમજાવ્યું છે. કે તું માતાજીના દરેક સ્વરૂપો ક્યારે ક્યારે અને કેવી રીતે ધારણ કરે છે. અને મમ્મી હું હંમેશા તને પ્રેમ, માન અને આદર આપીશ. એટલું જ નહીં હંમેશા તારો બટુક ભૈરવ બની નેરહીશ .અને તમારી ત્રણેય ની દરેક રીતે હંમેશા મદદ કરીશ .દાદીમાએ કહયું: હે માં ભગવતી! હે જગદંબા! અમને માતાજીનું ઘટસ્થાપન અને ચંડીપાઠનું ફળ આટલું જલ્દી અને આટલું સરસ આપ્યું !હે માં! તારો ખૂબ ખૂબ આભાર. અને પછી દાદીએ જયકારો કર્યો “જય ભવાની જય કનકાઈ” “જય ભવાની જય કનકાઈ “
ઇલાબેન પી. જોષી ગોંડલ