બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન દારૂ ચરસ ગાંજો જેવા નશીલા પદાર્થો ને પકડી પડતી બનાસકાંઠા પોલીસ ત્યારે આજે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ-782/- તથા ઞાડી સાથે કુલ મુદ્દામાલ -7,17,089/- ના મુદૃામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા
મહે.ડી.જી.પી.સા શ્રી ગુજરાત રાજ્ય નાઓ એ આપેલ પ્રોહી/જુગાર ડ્રાઈવ આધારે શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.જી. દેસાઈ એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ
પો.સ.ઇ. એસ.જે. દેસાઈ ,અ.હે.કોન્સ. નરપતસિંહ, નરેશભાઈ, દિગ્વિજયસિંહ, મહેશભાઈ, દિનેશભાઈ, ઈશ્વરભાઈ, પ્રકાશભાઈ, પ્રવીણભાઈ નાઓ ડીસા રૂરલ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મેળવી એક બોલેરો ગાડી નં. GJ-16-AJ-1410 માં *ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/બિયર નંગ-782/- કિ.રૂ.3,15,889/-તથા ગાડીની કિ.રૂ.4,00,000/-તથા મોબાઈલ.1 કી રૂ.500/-તથા રોકડા રૂપિયા 500/-એમ કુલ મુદામાલ કિ.રૂ.7,17,089/-ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક શામળારામ માધાજી વિશ્ર્નોઈ રહે. ભાટીપ તા. રાણીવાડા રાજસ્થાન મળી આવતા તેના વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટ મુજબ ડીસા રૂરલ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.રિપોર્ટર નરેશ ડી વ્યાસ. બ્યુરોચીફ બનાસકાંઠા