Publisher Theme
I’m a gamer, always have been.

અમીરગઢના ડાભેલી ગામની શાળાઓમાં શિક્ષકોના આંતરિક વિખવાદથી ત્રસ્ત ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી

0 62

અમીરગઢ તાલુકાની ડાભેલી પ્રાથમિક શાળાને તાળાબંધી કરાઈ હતી. ગઈકાલે શાળાની સાત વર્ષીય વિદ્યાર્થિની મોતને ભેટતા ગ્રામજનોમા આક્રોશ હતો, જ્યારે શાળામાં શિક્ષકોમા કેટલાય સમયથી ચાલતા વિવાદને લઈ ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે.

અમીરગઢ તાલુકાની ડાભેલી પ્રાથમિક શાળાને આજે ગ્રામજનોએ તાળાબંધી કરી હતી. છેલ્લા કેટલાય સમયથી શાળાના શિક્ષકોમાં વિખવાદ થાય છે અને વિખવાદમાં બાળકોનું શિક્ષણસ્તર ખૂબજ નીચું ગયું છે. જેમાં ગ્રામજનો ખફા થયા હતા અને શાળાને તાળાબંધી કરી અને શાળાનો સમગ્ર સ્ટાફ સામે રોષ ઠાલવ્યો હતો. ગ્રામજનો માગણીને લઈ શાળામાં તાળા મારી ચીમકી ઉચ્ચારી છે.

ડાભેલી ગામના સ્થાનિક અગ્રણી ભઘાભાઈ ભાઈ ખરાડી જણાવ્યું હતું કે, આજે સ્કુલમાં છેલ્લા ત્રણ વર્ષથી આ શિક્ષણની પરિસ્થિતિ બહુ કથળેલી છે અમે વારંવાર શિક્ષકો જોડે રજૂઆત કરી શું જાણે શિક્ષકોને શું ડખાં છે? અમને ખબર પડતી નથી. અમારા છોકરા રખડતા થઈ ગયા છે પંદર દિવસ અગાઉ પણ વાત કરેલી હતી અમીરગઢ તાલુકામાં ડાભેલી પ્રાથમિક શાળા છેલ્લી કક્ષાએ આવેલું છે.

Leave A Reply

Your email address will not be published.