પાટણ ખાતે જાડેશ્વાર પાલડી પોલીસ લાઈનમાં 80 આવાસો તથા ચાણસમા પોલીસ લાઈનમાં 25 મકાનોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું.
લોકોની શાંતિ,સુરક્ષા અને સલામતી માટે દિવસ-રાત ખડે પગે રહી સેવાની સરવાણી વહેતી કરનાર પોલીસ જવાનો તથા તેમના પરિવારને આધુનિક સુવિધાઓથી સજ્જ આવાસો અપાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ થતી જોવા મળી રહી છે.