Publisher Theme
I’m a gamer, always have been.

પૂર્વ આરોગ્ય અધિકારી મનિષ ફેન્સીને રેકર્ડ લેતા અટકાવી જિ.પં. કેમ્પસની બહાર મોકલી દેવાયો

0 41

બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન અધિકારી મનીષ ફેન્સી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થતા ખાતાકીય તપાસ ચાલુ છે જેથી પરમિશન વગર જિલ્લા પંચાયત કચેરીમાં આવવાની મનાઈ હોવા છતાં તેઓ મંગળવારે જિલ્લા પંચાયત ની આરોગ્ય કચેરીમાંથી ડીડીઓના આદેશના પગલે તાત્કાલિક ગાર્ડ બોલાવી બહાર જવાની સુચના આપવા છતાં બહાર ન જતા બીજા ગાર્ડ બોલાવી આરોગ્યની ચેમ્બરથી બહાર જવાનું કહેતા જિલ્લા પંચાયત કચેરીમાં સોપો પડી ગયો હતો.

ડો. મનીષ ફેન્સી સામે બનાસકાંઠામાં કરેલી ખરીદીમાં ભ્રષ્ટાચાર બાબતે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રજૂઆતો કરવામાં આવતા ડો. મનીષ ફેન્સી સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી જેથી બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે એ કાગળોની ગુપ્તતા રહે તે માટે રોક લગાવાઈ હતી. દરમિયાન મંગળવારે સાંજે 5 વાગે આરોગ્ય વિભાગની કચેરી ખાતે આવીને CDHOની ચેમ્બરમાં ગયા હતા.

સોમવારની રાત્રે મળેલા કર્મીઓની તપાસ થશે
ડો. મનીષ ફેન્સીને મંગળવારે અમીરગઢ કોર્ટ માં તારીખ હોવાથી સોમવારે સાંજે પાલનપુર સર્કિટ હાઉસ ખાતે રોકાયા હતા જેથી આરોગ્ય વિભાગ ના કેટલાક અધિકારી અને કર્મચારીઓ કેટલાક અગત્યના કાગળો પણ આપવા માટે પહોંચ્યા હતા અને ગુપ્ત માહિતીઓ પણ આપી હતી જે બાબતે જિલ્લા વિકાસ અધિકારીએ આવા મળવા ગયેલા લોકો સામે પણ તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સ્વનિલ ખરે ડીડીઓ બનાસકાંઠા

Leave A Reply

Your email address will not be published.