નજરથી છબીને ધારતો રહું છું,તને ગમશે?
તરસ એમ થોડી વાળતો રહું છું, તને ગમશે?
નઠારી છે દુનિયા ,કોણ મારા પ્રેમને સમજે?
દિવા જેમ દિલને બાળતો રહું છું, તને ગમશે?
જગત આખું ના કે પ્રેમ ના કરશો,જરા સમજો,
છતાં ફૂલ માફક પાળતો રહું છું, તને ગમશે?
તરસ પામવાની કેમ ભૂલાશે હવે પળ પળ ,
સતત યાદને ઓગાળતો રહું છું, તને ગમશે ?
જરા યાદના જાળા બાજી ગ્યા સ્મૃતિપટ પર પણ ,
હવે” સૌમ્ય” એને ચાળતો રહું છું, તને ગમશે ?,
સુનિલ પરમાર”સૌમ્ય”