ધાનેરામાં રહેણાંક.સોસાયટી અને કોમર્શિયલ બાંધકામો મંજૂરી વગર બની રહ્યા છે.છતાં નગરપાલિકાના સત્તાધીશો મૌન..

ધાનેરામાં જાણે સરકારી તેમજ નગરપાલિકાના અમુક નિયમો ગરીબ અને સામાન્ય માણસો માટે જ હોય તેવું જોવા મળી રહ્યું છે.ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચંદ્રીકાબેન ખંડેલવાલના પતિ દ્વારા હાલમાં ધાનેરાના કાગજ વાલા કોટેજ ખાતે રહેણાંક વાળી જમીનમાં નગરપાલિકાની કોઈપણ જાતની બાંધકામની મંજૂરી લીધા વગર કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ બાબતને લઈને નગરપાલિકા દ્વારા બાંધકામ બંધ કરવા માટેની નોટીસ પણ આપવામાં આવી છે છતાં પણ જાણે કાયદો પોતાના ગજવામાં હોય તે રીતે નોટીસને પણ ગણકાર્યા વગર બાંધકામ કરી રહ્યા છે.જ્યારે મીડિયાની ટીમ ત્યાં પહોંચતા કામ બંધ કરી દેવામાં આવ્યું હતું.આના સિવાય લોકોમાં થતી ચર્ચા ઓ મુજબ ધાનેરાના થરાદ રોડ ઉપર કોલેજની નવી બિલ્ડીંગની બાજુમાં રોડની બાજુમાં જ એન એ કર્યા વગરની જમીનમાં કોઈ બિલ્ડર દ્વારા સોસાયટી બની રહી છે.આ બાંધકામ નગરપાલિકાની મંજુરી વગર જ બની રહ્યું હોવા છતાં અને આ બાબતે રજુઆત કરવા છતાં અત્યારે પણ સોસાયટી ના મકાનો બનાવવાનું બાંધકામ ચાલી રહ્યું છે.આ બાંધકામ બંધ કરાવવા કે આ બાંધકામ કરનારા બિલ્ડર સામે નોટીસ આપી કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે નગરપાલિકાના સત્તાધીશો તેમજ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે.જયારે થરાદ રોડ ઉપર રાજારામ શોપિંગ સેન્ટર માં રસ્તો બંધ કરીને દુકાનો બનાવી દેવામાં આવી છે.
જેની અરજદાર દ્વારા રજુઆતો કરવા છતાં તેની સામે પણ કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી.તયારે મધુસૂદન પ્લાઝા પાછળ એક મહેશ્વરી એ નગરપાલિકા ની મંજુરી વગર બિંદાસ થીં બાંધકામ કરી ને દુકાન ભાડે આપી ને મસમોટી રકમ લઇ રહ્યો છે જો કોઈ ગરીબ વ્યક્તિ કે કોઈપણ સામાન્ય માણસ બાંધકામ કરે તો નગરપાલિકા તેને તાત્કાલિક નોટિસ આપી કામ બંધ કરાવે છે અને કાયદાના પાઠ ભણાવે છે જ્યારે કેટલાક મોટા માથા નગર પાલિકાની મંજૂરી વગર શોપિંગ સોસાયટી તેમજ મસ્ત મોટું બાંધકામ કરી દે છે છતાં પર નગરપાલિકાના સત્તાધીશો આવા લોકોને છાવરી રહ્યા છે અને કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતા અત્યારે ધાનેરા નગરપાલીકા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે