Publisher Theme
I’m a gamer, always have been.

પાલનપુરના બ્રાહ્મણવાસના બે જર્જરિત મકાનો ઉતારવાનું અધૂરું રાખી મકાન માલિકો પલાયન

0 18

પાલનપુરમાં ગઠામણ ગેટ પાસે યાત્રિક ભવનની ગલીમાં બ્રાહ્મણવાસમાં આવેલા બે ભયજનક મકાનો જર્જરિત હાલતમાં હોઈ પાલનપુર નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં આ મકાનો ઉતરાવી લેવામાં આવે તેવી પાલિકા અને કલેકટરને સ્થાનિકોએ લેખિત રજૂઆત કરી હતી.બ્રાહ્મણવાસના રહીશો દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને તા.13 સપ્ટેમ્બરએ જાણ કરવામાં આવી હતી.

જેથી પાલિકા તંત્ર દ્વારા મકાન માલિકોને નોટિસ આપ્યા બાદ સુરત અને મુંબઇમાં રહેતા મકાન માલિકોનો ફોન ઉપર સંપર્ક કરી તેમને પાલનપુર બોલાવીને મકાન ઉતારવાની કડક સૂચના આપતા તેઓએ મકાન ઉતારવાનું કામ ચાલુ તો કર્યું હતું. પરંતુ તેઓ ઉપરનો માળ ઉતારીને બાકીનું કામ પડતું મૂકીને જતા રહ્યા છે.

ત્યારબાદ પાલનપુરના મામલતદાર સ્થળ ઉપર હાજર હતા અને તેમણે આ બંને મકાનોના માલિકોને સ્થળ ઉપર બોલાવવા અનેક ફોન કર્યા છતાં તેઓએ તેમનો ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી ન હતી અને સુરત તથા મુંબઇ જવા રવાના થઇ ગયા હતા. જેથી કોઈ દુર્ઘટના સર્જાય તે અગાઉ આ મોહલ્લાના રહીશોએ ફરીથી કલેકટર અને ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી આ બંને ભયજનક મકાનો ઉતરાવી લેવા બંને મકાન માલિકોને કડક સૂચના આપવામાં આવે તેવી માંગ કરી છે.

Leave A Reply

Your email address will not be published.