Publisher Theme
I’m a gamer, always have been.

કલોલ ટાઉન પો.સ્ટે.ના વિસ્તારમાં થયેલ ચોરીના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી લેતી ડીસા શહેર ઉત્તર પોલિસ.

0 18

કલોલ ટાઉન પો.સ્ટે.ના વિસ્તારમાં થયેલ ચોરીના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી લેતી ડીસા શહેર ઉત્તર પોલિસ. જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં મિલ્કત સબન્ધી તેમાં ખાસ કરી મંદિર તેમજ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ…
કુશલ.આર.ઓઝા.નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસા તથા જે.વાય.ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા શહેર ઉત્તર પોસ્ટે નાઓના માર્ગદર્શન મુજબ હેડ.કોન્સ અશોકસિંહ મગન સિંહ તથા પો.કો. વનરાજજી પ્રતાપજી નાઓ ડીસા શહેર ઉત્તર પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે પંકેશભાઇ લાલાભાઈ ભાભોર (આદિવાસી) રહે. માતવા તા.ગરબાડા જી. દાહોદ વાળાને ઝડપી લઈ તેના પાસેથી અલગ અલગ ચાંદી ના સિક્કા નંગ-૧૫ કિંમત રૂપિયા ૭,૮૮૦ તથા મેટલ ઘાતુનો સિક્કો નંગ-૦૧ કિંમત રૂપિયા ૮૦/- તથા મોબાઇલનંગ-૦૧ કિંમત રૂપિયા ૫૦૦/- પાસેથી એમકુલ રૂપિયા ૮,૪૬૦/- નો મુદ્દામાલ CRPC કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે ઉપરોક્ત ઇસમની પૂછપરછમાં તેઓએ કલોલ ટાઉશિપમાંથી ચોરી કરેલાની કબુલાત કરતાં તેને CRPC ૪૧(૧) (ડી) મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે

Leave A Reply

Your email address will not be published.