Publisher Theme
I’m a gamer, always have been.

આચાર્ય તેમજ તેમના બે મળતિયા શિક્ષકો તેમજ એક શિક્ષિકા બેન દ્વારા શિક્ષિકા યોગેશ્વરી બેન પરમાર ઉપર વારંવાર માનસિક ત્રાસ

0 340

પાલનપુર તાલુકાના પેડાગડા ગામે આવેલ પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ તેમના બે મળતિયા શિક્ષકો તેમજ એક શિક્ષિકા બેન દ્વારા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા યોગેશ્વરી બેન પરમાર ઉપર વારંવાર માનસિક ત્રાસ તેમજ અભદ્ર ભાષા બોલતા હોય અને યોગેશ્વરી બેન ને શાળા માંથી કાઢી મુકવાની ધમકી પણ આપવામાં આવતી હોય તેવું શિક્ષિકા બેન દ્વારા જાણવા મળ્યું હતું.

તેમજ શાળાના આચાર્ય પોતે શાળાના કોન્ટ્રાકટર ના કામો કરતા હોય તેવું પણ શિક્ષિકા બહેન દ્વારા જાણવા મળ્યું હતું.

માટે આવા શિક્ષકો સામે સરકારશ્રી દ્વારા લાલ આંખ કરવામાં આવે અને કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શિક્ષિકા યોગેશ્વરી બહેન દ્વારા માંગ ઉઠવા પામી છે.,

અને આવા શિક્ષકો સામે કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે અને કોઈ મીલીભગત ચલાવી બધું છાવરવામાં આવશે અને આવા માનસિક ત્રાસથી કંટાળી ને જો શિક્ષિકા યોગેશ્વરી બહેને આત્મહત્યા કરી તો તેનું જવાબદાર કોણ? માટે તાત્કાલિક ના ધોરણે પગલાં લેવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે જેથી આવી ગુલામ બનીને ફરજ બજાવી રહેલી શિક્ષિકા ને ન્યાય મળે .

માટે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા આ પેડાગડા પ્રાથમિક શાળાના આચાર્ય સહિત ત્રણ શિક્ષકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી મીલીભગત ચલાવી બધું ભીનું સંકેલવામાં આવશે એ હવે આવનારો સમય જ બતાવશે ….

Leave A Reply

Your email address will not be published.