Publisher Theme
I’m a gamer, always have been.

થરાની કર્ણાવતી સોસાયટીમાં રાતોરાત પાંચ મકાનોના તાળા તૂટ્યાં

0 21

થરામાં મંગળવારે રાત્રે શખ્સોએ કર્ણાવતી સોસાયટીમાં આવેલા પાંચ મકાનોના તાળા તોડ્યા હતા. જ્યાં એક મકાનમાંથી સોના- ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 3,00,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

હાઇવે ઉપર આવેલ કર્ણાવતી સોસાયટી (તાણા)માં મંગળવારે રાત્રે ત્રાટકેલા તસ્કરોએ સોસાયટીમાં રહેતા પ્રગતિ બેંકના નિવૃત કર્મચારી રમેશભાઈ દરજી, ઓગડ વિધાલયના શિક્ષક જામાભાઈ દેસાઈ, નિવૃત બી. આર. સી. સ્વ.જયંતિભાઈ પરમાર, ઉણ હાઇસ્કુલના શિક્ષક જયંતિભાઈ પટેલ અને મનુભાઈ સુથાર વાલપુરાના બંધ મકાનને નિશાન બનાવ્યા હતા. જેમાં પરમાર જયંતીભાઈના મકાનમાંથી સોનાની બે બંગડી, સોનાની ચેન, સોનાની ચુક, ચાંદીની સરસ્વતીની મુર્તી મળી અંદાજે ત્રણ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે પિયુષભાઇ જયંતિભાઈને જાણ થતાં વતન વડનગરથી આવીને પોલીસને જાણ કરી હતી. પોલીસે ગૂનો નોંધ્યો હતો.સ્થાનિક રહિશોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતુ કે, રાત્રે પોલીસ પણ પેટ્રોલિંગમાં નથી આવતી.

Leave A Reply

Your email address will not be published.