Publisher Theme
I’m a gamer, always have been.

એસઓજી પોલીસે પાલનપુરના એરોમા સર્કલ નજીકથી 260 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઇસમોની ધરપકડ કરી

0 27

પાલનપુરમાંથી બે પરપ્રાંતીય શખ્સોને મેફેડ્રોન ડ્રગ્સ સાથે SOG પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે 260 ગ્રામ ડ્રગ્સ સહિત કુલ રૂપીયા 26.33 લાખના મુદ્દામાલ સાથે બંને ઈસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બંને ઈસમો વિરૂદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધાયો

બનાસકાંઠા જિલ્લા SOG અને પાલનપુર શહેર પશ્ચિમ પોલીસને બાતમી મળી હતી, જેને લઈ ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પાલનપુર એરોમા સર્કલ પાસે અમદાવાદથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસને થોભાવી તેમાં તપાસ કરતા ડ્રગ્સના જથ્થા સાથે બે રાજસ્થાની ઈસમો ઝડપાયા હતા. પોલીસે પ્રાથમિક તપાસ કરતા આ બંને ઈસમો પાસેથી 260 ગ્રામ મેફેડ્રોન એમ.ડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે 26 લાખ 33 હજાર 320 રૂપિયાના મુદ્દામાલ સાથે બંને ઈસમોની અટકાયત કરી છે. ઈસમ વિરુદ્ધ પાલનપુર શહેર પશ્વિમ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.