Publisher Theme
I’m a gamer, always have been.

પાલનપુર તાલુકાના ચંડીસર ગામે બચપન ચિલ્ડ્રન હોસ્પિટલ પાલનપુર દ્રારા નિ :શુલ્ક તપાસ, નિદાન કેમ્પ યોજાયો

0 48

પાલનપુર તાલુકા ના ચંડીસર ગામ ખાતે દિવ્ય ક્લિનિક ,ધોળેશ્વર મંદિર પાસે, ર્ડો. મહેશ પ્રજાપતિ નું દવાખાના પર નિ :શુલ્ક તપાસ, નિદાન તથા સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ. કેમ્પમાં સ્પેશિયાલીસ્ટ તરીકે પાલનપુરની બચપન હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડો.હર્ષ એચ.પ્રજાપતિ , પ્રિયંક પટેલ દ્વારા દર્દીઓને નિ:શુલ્ક તપાસ, નિદાન તથા સારવાર આપવામાં આવી જેમાં દવાઓ પણ ફ્રી માં આપવામાં આવેલ.અને 115 બાળકો ની નિ:શુલ્ક તપાસ કરવામાં આવી.
આ કેમ્પ માં ગામ ના સરપંચ શ્રી દેવેન્દ્રભાઈ છાપીયા,દેવાંગભાઈ ઠાકોર , દલપતભાઈ ઠાકોર , દિવ્ય ક્લિનિક ના ડૉ. મહેશભાઈ પ્રજાપતિ , બ્રહ્માણી કૃપા મેડિકલ ના વાશુભાઈ એચ પ્રજાપતિ અને તેમનો સ્ટાપ અને બચપન હોસ્પિટલ ના સ્ટાપ માંથી હિતેશભાઈ રમેશભાઈ સેનમાં એ હાજરી આપી અને ગામ ના આગેવાનો એ આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો.

Leave A Reply

Your email address will not be published.