Publisher Theme
I’m a gamer, always have been.

માહી ગામ ખાતે અમન એન્ટરપ્રાઈઝ અને માહી ગ્રામ પંચાયત ના સંયુક્ત ઉપક્રમે સરકારી યોજનાઓ નો સેવા કેમ્પ યોજાયો

0 171

વડગામ તાલુકાના માહી ગ્રામ પંચાયત સરપંચ અબ્દુલહમીદભાઈ મીયાજી મરેડીયા અને અમન એન્ટરપ્રાઇઝ માહી CSC (કોમન સર્વિસ સેન્ટર) પ્રકાશભાઈ વાઘેલા દ્વારા માહી ગામ ખાતે સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ પ્રકારની યોજનાઓ નો કેમ્પ કરવામાં આવ્યો. જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ(આયુષ્યમાન કાર્ડ), ઈ-શ્રમ કાર્ડ, ઈ-નિર્માણ કાર્ડ, પેન્શન યોજના, તેમજ ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ બોટલ નું વિતરણ કરવામાં આવ્યું. જેમાં ગામનાં લોકોમાં સુલેમાનભાઈ અબ્દુલરહીમ મરેડીયા, કામરાજભાઈ કરશન ભાઈ ચૌધરી, મુસ્તફાભાઈ ગુલામરસુલ ઢુકકા, દિપકભાઈ સોમાભાઈ ઠાકોર, તેમજ ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ એજન્સી તરફથી નરેન્દ્રભાઈ ગેલોતર તેમજ CSC માહી ઓપરેટર પિયુષ પરમાર દ્વારા લાભાર્થીઓ ને સરકારી ગાઈડલાઈન મુજબ માહીતગાર કરી ને સેવા નું યોગદાન પુરૂ પાડવામાં આવ્યું હતું પચ્ચાસ જેટલાં લાભાર્થીઓ એ આ કેમ્પનો લાભ લીધો હતો…..

Leave A Reply

Your email address will not be published.