Publisher Theme
I’m a gamer, always have been.

હોટલ, રેસ્ટોહરન્ટના માલિકો રસોયા કે વેઇટરને રાખે ત્યારે ફોટા સહિત માહિતી પોલીસ સ્ટેનશનમાં આપવી જરૂરી

0 8

(માહિતી બ્યુરો, પાલનપુર)
ગુપ્ત ચર સંસ્થાતઓના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી કૃત્યોો, અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ ચોરી, લૂંટફાટ અને ખૂન જેવા ગંભીર ગુનાઓ કરતા તત્વોક, બહારના જિલ્લા રાજ્યમાંથી આવી અત્રે હોટલ/ધાબા/રેસ્ટોવરન્ટા વિ. માં રસોઇયા, વેઇટર તરીકે ગુપ્તપ આશરો મેળવી પોતાની ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપી જાહેર શાંતિ અને સલામતિનો ભંગ કરે છે તેમજ માનવ જિંદગી ખુવાર થાય અને લોકોની તથા જાહેર સંપતિને નુકસાન પહોંચાડે છે. મહદઅંશે આવા રસોઇયા/વેઇટર પરપ્રાંતના હોય છે અને ગુનો કરી જતા રહે છે. આવા ઇસમોની કોઇ માહિતી કે વિગતો હોટલ,/ધાબા/ રેસ્ટોેરન્ટેના માલિકો પાસે હોતી નથી. જેથી ગુનાઓ કર્યા બાદ આવા ઇસમોની અટક કરવી મુશ્કેરલ બની જાય છે તેમજ આવા રસોઇયા, વેઇટર તરીકે કામ કરતા લોકો ઉપર વોચ રાખી શકાતી નથી. વળી, હોટલ,/ધાબા/ માલિકો આવા ઇસમોની માહિતી રાખવા કે પોલીસને માહિતી આપવા બાબતે ગંભીર જણાતા નથી.
શ્રી આનંદ પટેલ (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વએયે મળેલ સત્તાની રૂએ હુકમ કર્યો છે કે, સમગ્ર બનાસકાંઠા જિલ્લાનમાં કોઇ હોટલ/ધાબા/રેસ્ટોેરન્ટનના માલિકો દ્વારા કોઇપણ વ્યાકિતને રસોઇયા, વેઇટર તરીકે કામ ઉપર રાખવામાં આવે ત્યાારે આવા ઇસમો અંગેની નીચેના કોલમો મુજબની જરૂરી માહિતી ફોટોગ્રાફ સાથે જે તે વિસ્તાતરના પોલીસ સ્ટેોશન ખાતે આપવાની રહેશે.
અ. નં. રસોયા વેઇટરનું પૂરૂ નામ
સરનામુ રસોયા વેઇટરનું બનાસકાંઠા જિલ્લાાનું સરનામું રસોયા સાથેના માણસની વિગત જેના ત્યાંસ રસોયા વેઇટર
તરીકે કામ કરતા હોય તે માલિકનું નામ તથા રસોયા વેઇટર
સમયગાળો બાહેંધરી
અગર જેના મારફત વેઇટર
તરીકે રાખેલ હોય તેનું નામ સરનામું અગાઉ રસોયા/ વેઇટર
તરીકે કામ કરેલ હોય તે માલિકનું નામ સરનામું બનાસકાંઠા જિલ્લા્માં ઓળખીતા નાનામ અને સરનામા તથા મોબાઇલ નંબર વતનનું સરનામું પો. સ્ટેમ. સહિત તથા વતનમાં રહેતા તેના ભાઇ બહેન માતા પિતાના નામો પરણિત હોય સાસરીનુ
નામ સરનામુ રસોયા વેઇટર
નું ચહેરા નિશાન, ઉ. વ. ઉંચાઇ, વર્ણન, અભ્યા સ વિ.(ઓળખી શકાય તેવી નિશાની)
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧
આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં બરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદો ધરવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. ક. ૧૮૮ તથા ગુ.પો.અધિ.ક. ૧૩૫ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે. આ હુકમ તા.૦૫/૧૧/૨૦૨૧ સુધી અમલમાં રહેશે.

Leave A Reply

Your email address will not be published.