શાળા, કોલેજ વિધાર્થીઓને લઈ જવા તથા લાવવાનું કામ કરતાં વાહનના ડ્રાઈવર, કલીનરની વિગતો રેકર્ડ રાખવા જિલ્લા મેજીસ્ટેટશ્રીએ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ
(માહિતી બ્યુરો પાલનપુર)
બનાસકાંઠા જિલ્લામાં આવેલ શાળા, કોલેજ/સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ મોટાભાગે શાળા/કોલેજ/સંસ્થામાં આવવા જવા સારૂ ખાનગી વાહનો જેવા કે સ્કુલ બસ, વાન, ઓટોરીક્ષા વિગેરે વાહનોનો ઉપયોગ કરે છે. હાલમાં ભારત દેશના વિવિધ શહેરો માં વિધાર્થી/વિધાર્થીઓના અપહરણ, છેડતીના બનાવોમાં દિનપ્રતિદિન ઉંચા પ્રમાણદરથી વધારો થઈ રહેલ છે. આવા બનાવો બનાસકાંઠા જિલ્લામાં અટકાવવા સારૂ તેમજ વિધાર્થી/વિધાર્થીઓની સુરક્ષા અને સલામતી માટે તકેદારી રાખવા સારૂ આવા ખાનગી વાહનોમાં આવતા જતા વિધાર્થી/વિધાર્થીઓની તથા સ્કુલવર્ધીમાં ચાલતા વાહનનો ડ્રાઈવર/કલીનરની વિગતો રેકર્ડ રાખવો અત્યંત આવશ્યક અને અનિવાર્ય જણાયેલ છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલ શાળા/કોલેજ સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓની ભય અને અસલામતીને દુર કરવા તથા વિધાર્થી/વિધાર્થીઓના અપહરણ, છેડતીના બનાવો બનતા અટકાવવા સારૂ જાહેરજનતાના હિતાર્થે ખાનગી વાહનોમાં આવતા જતા વિધાર્થી/વિધાર્થીઓના તથા સ્કુલવર્ધીમાં ચાલતા વાહનના ડ્રાઈવર કલીનરની વિગતો તથા વાહનની વિગતો રાખવા સારૂ બહાર પાડવા ધારેલા પ્રાથમિક/હંગામી જાહેરનામાનો મુસદો તેનાથી અસર થતા લાગતા વળગતા તથા તમામની જાણ માટે પ્રસિધ્ધ કરવામાં આવે છે. આ પ્રાથમિક જાહેરનામું ગુજરાત સરકારશ્રીના ગેઝેટમાં પ્રસિધ્ધ થયા તારીખથી દિન-૩૦ (ત્રીસ દિવસ) ની અંદર કોઈપણ વ્યકિત તરફથી વાંધા સુચનો જિલ્લા મેજીસ્ટ્રેટને લેખીતમાં મોકલવામાં આવશે તો તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવશે.
શ્રી આનંદ પટેલ (આઈ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુર ગુજરાત પોલીસ અધિનિયમ (સને ૧૯૫૧ ના મુંબઈના ૨૨ માંની) કલમ ૩૩ ની પેટા કલમ ૧ (બી) હેઠળ મળેલ સત્તાની રુએનબનાસકાંઠા જિલ્લાની હકુમત હેઠળના વિસ્તારની અંદર આવેલ શાળા/કોલેજ/સસ્થામાં અભ્યાસ કરતા વિધાર્થીઓને લઈ જવા તથા લાવવાનું કામ કરતાં વાહનના ડ્રાઈવર/કલીનરની વિગતો રેકર્ડ રાખવા સારૂ નીચે મુજબનો હુકમ કર્યો છે.
બનાસકાંઠા જિલ્લાની હકુમત હેઠળના વિસ્તારની અંદર ૧.શાળા, કોલેજ સંસ્થામાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને લેવા-મુકવા આવતા ખાનગી વાહન સંચાલક/માલીકોઓએ પોતાના સ્કુલવાનમાં પાસીંગ સિવાયના વધુ વિધાર્થીઓને બેસાડવા નહી. ૨.શાળા/કોલેજ/સંસ્થામાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને લેવા-મુકવા આવતા ખાનગી વાહન સંચાલક/માલીકોએ પોતાના નામ સરનામા તેમજ સ્કુલવાન ચલાવનાર ડ્રાયવર/કલીનરનું નામ સરનામું વિધાર્થીઓની કુલ તેમજ વાલીઓને ફરજીયાત આપવાની રહેશે. 3.શાળા/કોલેજ/સંસ્થામાં અભ્યાસ કરતાં વિધાર્થીઓના નામ, વાલીઓના નામ મોબાઈલ નંબર/ટેલીફોન નંબર ખુલવાન વાહન સંચાલક/માલીકોએ પોતાની પાસે રાખવાની રહેશે. ૪. શાળા/કોલેજ સંસ્થામાં વિધાર્થીઓને આવવા-જવા સારૂ વપરાતા ખાનગી વાહનો જેવા કે સ્કુલ બસ, વાન, ઓટોરીક્ષા વિગરે વાહનોના સંચાલકો ડ્રાઈવરોએ તેમના વાહન અંગેની તથા વાહનના ડ્રાઈવર તથા કલીનરની વિગતોની જાણ નજીકના પોલીસ સ્ટેશને કરવાની રહેશે. આ હુકમ તા.૫/૧૧/૨૦૨૧ સુધી અમલમાં રહેશે.